ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
વિરાટ બેશક કેપટાઉનમાં પોતાની સદી ચૂકી ગયો પરંતુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલીએ કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૭૯ રન બનાવીને સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. આ રેકોર્ડ ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર એશિયન કેપ્ટન સાથે જોડાયેલો છે. વિરાટ હવે આ મામલે નંબર વન બની ગયો છે.
હેં!! મુકેશ અંબાણીને પછાડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા આ કંપનીના CEO; જાણો વિગત
સૌરવ ગાંગુલી એ ક્રિકેટના તમામ ફોર્મેટને જાેડીને દક્ષિણ આફ્રિકામાં ૯૧૧ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટે હવે આફ્રિકાની ધરતી પર તમામ ફોર્મેટમાં ૧૦૦૩ રન બનાવ્યા છે. આ મામલામાં વિરાટ અને ગાંગુલી પછી ત્રીજા નંબર પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા છે જેણે દક્ષિણ આફ્રિકામાં ૬૭૪ રન બનાવ્યા છે. તે પછી ચોથા નંબર પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા પણ છે, જેણે ત્યાં ૬૩૭ રન બનાવ્યા છે ધોનીએ દક્ષિણ આફ્રિકામાં તમામ ફોર્મેટમાં ૫૯૨ રન બનાવ્યા છે અને ત્યાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટનોની યાદીમાં તે ૫માં નંબર પર છે.વિરાટ કોહલએ દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ૭૯ રન બનાવ્યા હતા. વર્ષ ૨૦૨૨માં રમેલી આ તેની પ્રથમ ઇનિંગ પણ હતી અને છેલ્લા ૨ વર્ષમાં સૌથી મોટી ઇનિંગ પણ હતી.