592
Join Our WhatsApp Community
ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે.
આ સાથે ભારતે શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. 482 રન પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ હતી.
આ મેચ જીતીને વિરાટ કોહલીએ કપ્તાન તરીકે ઘરઆંગણે 21મી ટેસ્ટ જીતી છે. તેણે આ મામલે ધોનીની બરાબરી કરી છે.
ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે.
You Might Be Interested In
