Site icon News Continuous Bureau | Mumbai

ODI વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી, આ 15 ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન

ICC ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થવાનો છે. ક્રિકેટના મહાકુંભમાં ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ભારત સામે રમશે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ પાંચ વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે.

India bound: Australia lock in squad for 2023 World Cup

ODI વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી, આ 15 ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન

News Continuous Bureau | Mumbai 

ICC ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થવાનો છે. ક્રિકેટના મહાકુંભમાં ઓસ્ટ્રેલિયાની ( australia )  ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ભારત સામે રમશે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ પાંચ વખત ODI વર્લ્ડ ( 2023 World Cup )
કપ ટ્રોફી જીતી છે. હવે ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપ 2023 માટે તેની ટીમની જાહેરાત કરી છે. ટીમની કપ્તાની પેટ કમિન્સને સોંપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ ખેલાડીઓને તક મળી

ઓસ્ટ્રેલિયાએ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. પેટ કમિન્સ પેસ આક્રમણની આગેવાની કરતો જોવા મળશે. જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને સીન એબોટને ટીમમાં તેને સપોર્ટ કરવાની તક મળી છે. એશ્ટન અગર અને એડમ ઝમ્પાને સ્પિનર્સ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આ બેટ્સમેનોને સ્થાન મળ્યું

ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડને બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ એલેક્સ કેરી અને જોસ ઈંગ્લિસને વિકેટકીપર તરીકે તક મળી છે. કેરીએ ગયા વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે તે કેપ્ટનની પ્રથમ પસંદગી હશે.

ટીમમાં ચાર ઓલરાઉન્ડર

ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમમાં ચાર ઓલરાઉન્ડરોને તક મળી છે. મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ અને કેમેરોન ગ્રીન એવા ખેલાડીઓ છે જેઓ ઉત્તમ બેટિંગની સાથે સાથે ઉત્તમ બોલિંગમાં પણ નિષ્ણાત છે. ODI વર્લ્ડ કપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ODI શ્રેણી રમી રહ્યું છે. આ પછી ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે ત્રણ વનડે મેચોની શ્રેણી રમશે.

આ સમાચાર પણ વાંચો : Karnataka minister કર્ણાટકના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, ‘વળતર માટે આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂતો’

મુખ્ય પસંદગીકારે આ વાત કહી

ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ કહ્યું છે કે કેટલાક ખેલાડીઓ ઈજામાંથી સાજા થઈ રહ્યા છે અને તેઓ જલ્દી ફિટ થઈ જશે તેવી આશા છે. તમામ ખેલાડીઓ આ મહિનાના અંતમાં ભારત સામેની શ્રેણીમાં રમશે અને તે પહેલા ઈજાગ્રસ્ત ખેલાડીઓને ફિટ જાહેર કરવામાં આવશે.

ODI વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:

પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, એશ્ટન અગર, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version