News Continuous Bureau | Mumbai
India Olympics 2036 : 2036ના ઓલિમ્પિક (Olympics) ભારતમાં યોજવા માટે ભારતે બિડ કરી છે. અમદાવાદ અને ગાંધીનગર (Ahmedabad and Gandhinagar) આ બે ગુજરાતના શહેરોમાં 2036ના ઓલિમ્પિક યોજવા માટે ભારતના પ્રયાસો ચાલુ છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (Indian Olympic Association) દ્વારા આંતરરાષ્ટ્રીય સમિતિને (International Olympic Committee) પ્રારંભિક અરજી મોકલવામાં આવી છે. હવે આ ઓલિમ્પિક યોજવા માટે ભારતે શું તૈયારી કરવી પડશે તેનો અંદાજ લેવામાં આવી રહ્યો છે.
India Olympics 2036 :ઓલિમ્પિક માટે ખર્ચનો અંદાજ
Text: એક બેઠકમાં ઓલિમ્પિક આયોજનનો ખર્ચ કાઢવામાં આવ્યો. તે 34,000 થી 65,000 કરોડ રૂપિયાના અંદાજમાં છે. ઓલિમ્પિક દાવેદારી માટે નિમાયેલ સમન્વય સમિતિએ આ બેઠકમાં આ બજેટ રજૂ કર્યું છે.
ગાંધીનગરમાં આ બેઠક યોજાઈ અને ત્યાં ઓલિમ્પિક આયોજન કેવી રીતે થઈ શકે તે અંગે એક ‘અમદાવાદ 2036’ (Amdavad 2036) નું એક પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગર સાથે ભોપાલ, ગોવા, મુંબઈ અને પુણે (Bhopal, Goa, Mumbai, and Pune) આ ચાર શહેરોમાં આયોજન કરવું અથવા કેટલીક સ્પર્ધાઓ ત્યાં યોજવી તે અંગે પણ અદાજ લેવામાં આવ્યો.
આ સમાચાર પણ વાંચો : Growels 101 Mall Kandivali: કાંદિવલીમાં ગ્રોવેલ્સ 101 મોલ બંધ; બોમ્બે હાઇકોર્ટના આદેશ બાદ તવાઈ આવી