210
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ ટુર્નામેન્ટ અડધેથી બંધ કરવી પડી. એટલું જ નહીં અનેક ક્રિકેટરો કોરોના ના રોગમાં પટકાયા. અને ક્રિકેટરોના પરિવારજનોમાં હાલ કોરોના થી પરેશાન છે. આ પરિસ્થિતિમાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયાએ ન છૂટકે આઇપીએલની તમામ મેચ બંધ કરીને ટુર્નામેન્ટ બંધ કરવી પડી. હવે આંતરરાષ્ટ્રીય ફલક પર માંગ ઉઠી છે કે ભારતમાંથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન પણ લઈ લેવું જોઈએ. જોકે T20 World Cup ને હજી ઘણો લાંબો સમય છે. પરંતુ એવી શંકા સેવાઇ રહી છે ભારતમાં કોરોના ની ત્રીજી અને ચોથી લહેર પણ આવશે. આ પરિસ્થિતિમાં ભારત માં ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે તો તે આયોજન પણ ખતરામાં પડી શકે છે. આથી અત્યારથી જ માંગણી ઊભી થઈ છે કે ભારતમાંથી ટી20 વર્લ્ડકપને ખસેડવામાં આવે.
You Might Be Interested In