ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મૅચને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. બન્ને ટીમો વચ્ચે માન્ચેસ્ટરમાં યોજાનારી શ્રેણીની છેલ્લી ટેસ્ટ મૅચ રદ કરવામાં આવી છે. આ નિર્ણય બંને દેશોના ક્રિકેટ બોર્ડની સંમતિથી લેવામાં આવ્યો છે. છેલ્લી મૅચ રદ થવાના કારણે ભારતે સિરીઝ પર 2-1થી કબજો જમાવ્યો છે.
અગાઉ આ ટેસ્ટ મૅચ વિશે સમાચાર હતા કે તે શુક્રવારથી શરૂ થઈ શકશે નહીં, પરંતુ ત્યાર બાદ બંને બોર્ડે પરસ્પર મંજૂરીથી એને રદ કરવાનો નિર્ણય કર્યો. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનું સંક્રમણ વધતાં આ નિર્ણય લેવાયો છે.
ટેસ્ટ મૅચ રદ હોવાના સમાચાર મળ્યા બાદ ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કર્યું છે. બોર્ડનું કહેવું છે કે બીસીસીઆઇ સાથે વાતચીત બાદ મૅચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કૅમ્પમાં કોરોનાના વધતા ખતરાને પગલે મૅચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મૅચ રમવા અંગે પોતાની ટીમ નક્કી કરી શકી નથી. ઇંગ્લૅન્ડે મૅચ પહેલાં પોતાની જીતનો દાવો કર્યો હતો, પરંતુ તેમણે નિવેદન બદલી નાખ્યું છે અને મૅચ રદ થઈ ગઈ છે.
આ સમગ્ર ઘટના બાદ એક સવાલ ઉદ્ભવે છે કે શું પાંચમી ટેસ્ટ ફરીથી રમવામાં આવશે? ભારત 2-1થી મૅચ જીતશે અથવા સિરીઝને 2-2 પર ડ્રૉ જાહેર કરવામાં આવશે. મૅચ આવતા વર્ષે પણ રમવામાં આવશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પહેલા સલમાન ખાન સાથે પંગો લીધો, હવે આ અભિનેતા શાહરુખ ખાન સાથે ટકરાશે; જાણો વિગત