ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
પૂર્વ ભારતીય અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઉન્મુક્ત ચંદે ફિટનેસ ટ્રેનર સમિરન ખોસલા સાથે પરિવારજનોની હાજરીમાં અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લગ્ન કર્યા છે. 28 વર્ષીય ખેલાડી ઉન્મુક્તે સોશિયલ મીડિયામાં તેના લગ્નની તસવીરો શેર કરી આ અંગે જાણકારી આપી છે.
આ તસવીરો શેર કરતા કેપ્શનમાં તેણે લખ્યું છે કે, 'આજે અમે નિર્ણય લઈ લીધો! 21/11/21'
ઉન્મુક્ત ચંદની પત્ની સિમરનનો જન્મ 9 સપ્ટેમ્બર 1993ના દિવસે થયો હતો. તે ઉન્મુક્તથી 5 મહિનો 14 દિવસ નાની છે. સિમરન વ્યવસાયે ફિટનેસ અને ન્યુટ્રિશન કોચ છે. 28 વર્ષીય ઉન્મુક્ત ચંદ છેલ્લા ઘણા સમયથી સમિરન સાથે રિલેશનશિપમાં હતો. ત્યાર પછી બંને રવિવારે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ સમારંભમાં તેમણે પોતાના નજીકના દોસ્ત અને સંબંધીઓને જ આમંત્રણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઉન્મુક્ત ચંદે આ વર્ષે જ ઈન્ડિયન ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી તેણે અમેરિકા સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઉન્મુક્તે 2012ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં 111 રનની ઈનિંગ રમી ભારતીય ટીમને ચેમ્પિયન બનાવી હતી.