ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
ભારતીય મહિલા હોકી ટીમ ના સાત સદસ્યો ને કોરોના થઈ ગયો છે. કોરોના થયેલા ખેલાડીઓમાં કેપ્ટન રાણી રામપાલ સિવાય સવિતા પુનિયા, શર્મિલા દેવી, રજની, નવજોત કોર, નવનીત અને સુશીલા નો પણ કોરોના પોઝીટીવ છે. આ તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ના સ્ટેડિયમમાં બેંગલુરૂ ખાતે લઈ જવાયા હતા. બેઇજિંગમાં થનાર ઓલિમ્પિક માટે ની તૈયારી કરવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતની મહિલા હોકી ટીમ અત્યારે જોરદાર ફોર્મમાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ મેડલ લઈને આવશે. પરંતુ તેનાથી પહેલા આ સમાચાર આવવાને કારણે ખેલ વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે.
