ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઑગસ્ટ, 2021
બુધવાર
સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ ટોક્યો ઓલમ્પિકમાં સામેલ મહિલા હોકી ટીમ માટે મહત્વની જાહેરાત કરી છે.
તેમણે ટ્વિટ કરી જાહેરાત કરી છે કે, જો ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ટીમ જીતશે તો તેમને નાણાકીય સહાય તરીકે 11 લાખ ઘર માટે અથવા તો કાર આપવામાં આવશે.
એટલું જ નહીં જો કોઈ ખેલાડીને આર્થિક રીતે મદદની જરૂર હશે તો તેમની કંપની તરફથી તે ખેલાડીને મદદ કરવાની તૈયારી પણ બતાવી છે.
ટીમે પહેલેથી જ ઈતિહાસ રચી દીધો છે અને હવે તેનું લક્ષ્ય ટોક્યો ઓલમ્પિકમાં સેમીફાઈનલમાં આર્જેન્ટીનાને હરાવીને પોતાની ઉપલબ્ધિઓને શિખર પર પહોંચાડવાનું છે.
ઉલ્લેખનીય છે કે, સવજી ધોળકિયા પોતાના કર્મચારીઓને હંમેશા દિવાળી નિમિત્તે મોંઘી ભેટ આપે છે. તેઓ પોતાની દરિયાદિલી માટે પ્રખ્યાત છે. લોકોને મોંઘી ભેટ આપવાના પગલે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે.
IND vs PAK: આવી ગઈ T20 વર્લ્ડ કપમાં બંને દેશો વચ્ચેની મેચની તારીખ, આ દિવસે એકબીજા સાથે ટકરાશે!