ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
આઈપીએલ સીઝન 13માં સીએસકેને સતત ત્રીજા વખત હારનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે રમાયેલ આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ સીએસકેને સાત રને હરાવ્યું હતું. ટીમના કેપ્ટન ધોનીએ અણનમ 47 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા. આ મેચમાં મેદાન પર ઉતરતા જ ધોનીએ આઈપીએલમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. ધોની આઈપીએલમાં સૌથી સૌથી વધારે મેચ રવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. એમએસ ધોનીએ ગઈકાલે પોતાની ૧૯૪ મી મેચ રમી હતી. આ સાથે તેણે સૌથી વધારે મેચ રમવાના મામલે પોતાની જ ટીમના ખિલાડી સુરેશ રૈનાને પાછળ છોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે રૈના આ વખતે વ્યકિતગત કારણોને લીધે તે દુબઈથી ભારત પરત ફર્યો હતો.
નોંધનીય છે કે ધોનીએ 193 આઇપીએલ મેચોમાં 42.22ની એવરેજથી 4476 રન બનાવ્યા છે, અને તે 4500ના આંકડાથી માત્ર 24 રન જ દુર છે. આઇપીએલમાં ધોનીથી વધુ રન માત્ર વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, ડેવિડ વોર્નર, શિખર ધવન, એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલે જ બનાવ્યા છે.
