171
Join Our WhatsApp Community
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઑનલાઇન વિશેષ સામાન્ય બેઠકમાં IPL 2021ની બાકી રહેલી મૅચોને સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં UAEમાં કરાવવાનો નિર્ણય લીધો છે.
આ સિવાય T-20 વર્લ્ડકપના આયોજનના નિર્ણય પર યોગ્ય કૉલ કરવા માટે ICC પાસે સમય વધારવા માટે BCCIએ અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા ખતરાને જોતાં BCCIએ ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે રોકી દીધી હતી.
IPL દરમિયાન ખેલાડીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, જે બાદ BCCIએ આ નિર્ણય કરવો પડ્યો હતો.
IPL 2021માં અત્યારે 31 મૅચ બાકી છે, જ્યારે ટૂર્નામેન્ટને રોકવામાં આવી ત્યારે ટૂર્નામેન્ટમાં 29 મૅચ રમાઈ હતી.
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આ રાજ્યમાં લૉકડાઉન લંબાયું; જાણો વિગતે
You Might Be Interested In