IPL ક્રિકેટના ખેલાડીઓ થઈ ગયા માલામાલ.. ટીમની સાથે ખિલાડીઓ પર પણ ઈનામોનો વરસાદ … જાણો વિગતે..

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

લગભગ દોઢ મહિનો સુધી ક્રિકેટપ્રેમીઓને ગજબનું ઘેલું લગાડનારી IPL ક્રિકેટ મેચમાં(cricket match) ગુજરાત ટાઈટન્સ(Gujarat Titans) નવું ચેમ્પિયન બની ગયું છે. તેણે પોતાના ડેબ્યુ સિઝનમાં(debut season) જ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચી દીધો છે. તેણે IPLની પ્રથમ સિઝનના ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને(Rajasthan Royals) હરાવ્યું છે. રાજસ્થાન રોયલ્સ ફાઇનલ હારી ગઈ છે, છતાં ટીમના સભ્યો માલામાલ થઈ ગયા છે. ફક્ત રાજસ્થાનની ટીમના જ નહીં પણ પૂરી સીઝનમાં ભાગ લેનારા અને જબરદસ્ત પ્રદર્શન કરનારા ખેલાડીઓ પણ માલામાલ થઈ ગયા છે. તેમના પર ઈનામોનો વરસાદ થયો છે.

રવિવારે મોડી રાતે ગુજરાત અને રાજસ્થાની ટીમની ફાઇનલ બાદ એવોર્ડસનું વિતરણ(Awards ditsribution) કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્પિયનન ટીમની(Champion team) સાથે જ રનર-અપ રહેલી ટીમના અને સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને ઈનામની લ્હાણી કરવામાં આવી હતી. 

IPL ક્રિકેટ મેચની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સને 20 કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે રાજસ્થાન રોયલ્સને 12.50 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું છે. ત્રીજા નંબરે રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને(royal challengers bangalore) સાત કરોડ રૂપિયા, ચોથા નંબર પર રહેલી ટીમને લખનૌ સુપર જાયન્ટસને(Lucknow Super Giants) 6.5 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ભારતના લોંગ જમ્પર મુરલી શ્રીશંકરનો કમાલ, ગ્રીસમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં જીત્યો આ મેડલ..

પૂરી સિઝનમાં જોરદાર દેખાવ કરનારા ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થયો છે. ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો(Emerging Player of the Year) ખિતાબ ઉમરાન મલિકને(Umran Malik) મળ્યો હતો અને તેને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું. સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનારા જોસ બટલને પણ 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. સિઝનના સુપર સ્ટ્રાઈકર દિનેશ કાર્તિકને(Dinesh Karthik) ટાટા પંચ કાર ગિફ્ટમાં મળી છે. સિઝનનો ગેમ ચેન્જરનો ખિતાબ  પણ જોસ બટલરને મળ્યો છે અને તે માટે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. 

Paytm ફેરપ્લે એવોર્ડ(Fairplay Award) રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સને મળ્યો છે. સિઝનનો પાવર પ્લેયર જોસ બટલર(Jos Butler) બન્યો હતો અને તેને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. સિઝનનો ઝડપી બોલ ફેંકનારા લોકી ફ્રર્ગ્યુસનને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. સિઝનમાં સૌથી વધુ ફોર મારવાનો રેકોર્ડ પણ જોસ બટલરને ગયો છે, તે માટે પણ તેને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) યુઝવેન્દ્ર ચહલને 27 વિકેટ લેવા માટે 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ)(Orange cap) પણ જોસ બટલરને ગઈ છે. પૂરી સીઝનમાં કુલ 863 રન ફટકારવા બદલ તેને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. કેચ ઓફ ધ સીઝન લખનૌ સુપર જાયન્ટસના  ઈવન લેવિસને મળ્યો છે અને તે માટે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર પણ જોસ બટલર બન્યો છે, તે માટે પણ તે 10 લાખ રૂપિયાનું ઈનામ જીત્યો છે.

આ સમાચાર પણ વાંચો : ચેસમાં ભારતના 16 વર્ષના પ્રજ્ઞાનાનંદનો ધમાકો, વર્ષમાં બીજી વખત આ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો.. જાણો વિગતે 

IPL ક્રિકેટ મેચની ફાઈનલમાં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચનો એવોર્ડ ડેવિડ મિલરને મળ્યો છે. ગેમ ચેન્જર ઓફ ધ મેચનો એવોર્ડ હાર્દિક પંડયાને મળ્યો છે. ક્રેકીંગ સિક્સ એવોર્ડ યશસ્વી જયસ્વાલ, પાવર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ટ્રેન્ટ બોલ્ટ અને રૂપે ઓફ ધ મેચ જોસ બટલર તો પ્લેયર ઓફ ધ મેચ હાર્દિક પંડયા બન્યો હતો.
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More