ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,
રવિવાર,
આઈપીએલની નવી સીઝનની શરૂઆત હવે ટૂંક સમયમાં થનાર છે, ત્યારે ક્રિકેટ રસિયાઓ માટે એક ખુશખબર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર,IPL-2022માં ભાગ લેતા પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ આગામી 2જી માર્ચથી સુરતમાં પ્રેક્ટિસ કરવા માટે આવશે. એમએસ ધોનીના નેતૃત્વ હેઠળની ટીમના કેટલાક ખેલાડીઓ 7 માર્ચથી સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે પ્રેક્ટિસ શરૂ કરશે.
સુરત પહોંચ્યા બાદ 6 માર્ચ સુધી ટીમ સેલ્ફ ક્વોરન્ટાઇન રહેશે અને ત્યારબાદ બાયો બબલમાં સવારે 11થી 3 જિમ એક્ટિવિટી કરશે અને ત્યારબાદ સાંજે 5થી રાત્રે 10 વાગ્યા દરમિયાન ફ્લડ લાઇટમાં 21 માર્ચ સુધી નેટ પ્રેક્ટિસની સાથે સાથે ટીમ બનાવીને અભ્યાસ મેચ રમશે. જોકે, બાયો બબલ હોવાથી કોઈપણ વ્યક્તિ મેદાનમાં જઈ શકશે નહીં. જણાવી દઈએ કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ સુરતમાં આગામી ટૂર્નામેન્ટ માટે 7 માર્ચથી 22 માર્ચ સુધી પ્રેક્ટિસ કરશે.
આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સ સુરતના લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ ઉપરાંત પ્રેક્ટિસ મેચ પણ રમશે. આ મેચ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવશે. જો કે, જો આ પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય અથવા કોઈને તબીબી સહાયની જરૂર હોય, તો તે ખેલાડીને મહાવીર અને સનસાઈન હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. હોસ્પિટલમાં બાયો બબલ્સ છે, જેનાથી ખેલાડીઓ સરળતાથી ટીમ સાથે ફરી જોડાઈ શકે છે.
શાહરૂખ ખાને આ કારણે ફરહાન-શિબાનીના લગ્નમાં ન હતી આપી હાજરી, આવી રીતે પાઠવી શુભેચ્છા; જાણો વિગત
આઈપીએલ-૨૦૨૨માં ભાગ લેતા પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ તા. ૨જી માર્ચથી સુરતમાં પ્રેક્ટિસ કરવા માટે આવશે. સુરત પહોંચ્યા બાદ ટીમ સેલ્ફ ક્વોરન્ટાઇન રહેશે અને ત્યારબાદ બાયો બબલમાં સવારે ૧૧થી ૩ જિમ એક્ટિવિટી કરશે અને ત્યારબાદ સાંજે ૫થી રાત્રે ૧૦ વાગ્યા દરમિયાન ફ્લડ લાઇટમાં ૨૧ માર્ચ સુધી નેટ પ્રેક્ટિસની સાથે સાથે ટીમ બનાવીને અભ્યાસ મેચ રમશે. જાેકે, બાયો બબલ હોવાથી કોઈપણ વ્યક્તિ મેદાનમાં જઈ શકશે નહીં.
ચેન્નાઈની ટીમે સુરતની એક હોટેલમાં ૧૩૨ રૂમ બુક કર્યા છે. જ્યાં તેઓ બાયો બબલમાં રહેશે અને એડ શૂટ પણ કરશે. હોટેલનો ૫૦થી વધુ લોકોનો સ્ટાફ તા. ૨૬મીથી ક્વોરન્ટાઇન થઈ જશે. શરૂઆતના ૪ દિવસ ખેલાડીઓ પણ એકબીજાને નહીં મળી શકશે. ખેલાડીને કોરોનનો ચેપ ન લાગે તે માટે નેટ બોલર પણ ટીમ પોતાના જ લાવશે. બસ-ગુડ્સ કેરિયર પણ તેઓ સાથે લાવશે. ટીમનું એડશૂટ પણ હોટેલમાં જ થશે. મુખ્ય ગ્રાઉન્ડ પર બે પિચ અપાશે. ૧ એમ્બ્યુલન્સ કામય ઊભી રહેશે. બોલિંગ મશીન પણ અપાશે. લાલ માટીની પિચ બનાવવા એક વર્ષ પહેલા ૧૦ લાખની માટી મુંબઈથી લવાઈ હતી. પહેલીવાર કોઈ મોટી ટીમ ૨૧ દિવસ સુધી સુરતમાં રહેશે. અગાઉ સુરતમાં મહિલાઓની ૫ ઇન્ટરનેશનલ મેચોની ટી-૨૦ સિરીઝ રમાઈ હતી