News Continuous Bureau | Mumbai
IPL 2023 Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની મીની હરાજી ચાલી રહી છે. આ હરાજીમાં સામેલ 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય સ્ટાર હતા, જ્યારે 131 ખેલાડીઓ વિદેશી છે. આ ઓક્શન આઇપીએલની 16મી સિઝન માટે કરવામાં કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આ હરાજી કોચ્ચીમાં થઇ રહી છે..
કાઇલી જેમિસનની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી, તેને ચેન્નાઇની ટીમે બેઝ પ્રાઇસ પર ખરીદ્યો.
શ્રીલંકન ખેલાડી દાસૂન શનાકાની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો.
રાઇલી મેરિડિથની બેઝ પ્રાઇસ 1.50 કરોડ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો.
સંદીપ શર્માની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો.
ડેનિયલ સેમ્સને લખનઉ સુપર જાયન્ટ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો, આ તેની બેઝ પ્રાઇસ હતી.
અફઘાનિસ્તાનનો બેસ્ટ ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ નબી અનસૉલ્ડ રહ્યો.
માત્ર 2 કરોડમાં વેચાયો કેન વિલિયમસન, ગુજરાત ટાઇટન્સે બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો
હેરી બ્રૂક પર હૈદરાબાદે લગાવ્યો મોટો દાંવ, 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
આ સમાચાર પણ વાંચો: સિક્કિમમાં મોટી દુર્ઘટના, આર્મીની ટ્રક ઊંડી ખીણમાં પડી. આટલા જવાનો થયા શહીદ…
અજિંક્યે રહાણેને ચેન્નાઇ સુપર કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો.
IPL 2023 ઇતિહાસના તમામ રેકોર્ડ સેમ કરને તોડી નાંખ્યા છે, સેમ કરન પર સૌથી મોટી બોલી 18.50 કરોડ રૂપિયા લાગી છે, કરનને પંજાબ કિંગ્સે ખરીદ્યો.
વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ઓડિયન સ્મિથને ગુજરાત ટાઇટન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો, આ તેની બેઝ પ્રાઇસ હતી, સિકન્ડર રજાને પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો.
વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી જેસન હૉલ્ડરને રાજસ્થાન રૉયલ્સે 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
મયંક અગ્રવાલને સનરાઇઝર્સ હૈદરાબાદે 8.25 કરોડમાં ખરીદ્યો.
મુંબઇ ઇન્ડિયન્સે કેમરુન ગ્રીન પર મોટો દાંવ લગાવ્યો છે, તેને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ઓસ્ટ્રેલિયાના બૉલર રિચર્ડસનને મુંબઇ ઇન્ડિયન્સે 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો, આ તેની બેઝ પ્રાઇસ હતી.
જયદેવ ઉનડકટને લખનઉ સુપર જાયન્ટ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો , આ તેની બેઝ પ્રાઇસ હતી.
ઇંગ્લેન્ડના બેટ્સમેન ફિલિપ સૉલ્ટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, તેની આ બેઝ પ્રાઇસ હતી.’
આ સમાચાર પણ વાંચો: મનસે પ્રમુખ રાજ ઠાકરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા, બંને દિગજ્જો વચ્ચે અહીં બંધ બારણે થઇ બેઠક, રાજકીય ચર્ચાનું બજાર ગરમ ..
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિક જેક્સની બેઝ પ્રાઇસ 1.50 કરોડ રૂપિયા હતી, તેને આરસીબીએ 3.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
મનીષ પાંડેને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો. તે 2.40 કરોડ રૂપિયામાં વેચાયો, તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી.