News Continuous Bureau | Mumbai
ભારતે અઝરબૈજાનના(Azerbaijan) બાકુમાં(Baku) ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં(World Cup) મહિલા 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં(Air Rifle Team Event) સુવર્ણ ચંદ્રક(Gold medal) સાથે પોતાનું ખાતું ખોલ્યું છે.
ભારતની ત્રણેય ઈલેવેનિલ વાલારિવાન(elavenil valarivan), રમિતા(Ramita) અને શ્રેયા અગ્રવાલએ(Shreya Agarwal) આ કમાલ કરી અને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
ભારતીય ત્રિપુટીએ(Indian trio) ડેનમાર્કની(Denmark) અન્ના નીલ્સન(Anna Nielsen), એમ્મા કોચ(Emma Koch) અને રિક્કે મેંગ ઈબ્સેનને(Rick Meng Ibsen) 17-5થી હરાવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વની ભૂતપૂર્વ નંબર વન શૂટર્સ ઈલાવેનિલ, રમિતા અને શ્રેયા સોમવારે 2 રાઉન્ડના ક્વોલિફિકેશન બાદ ફાઇનલમાં પહોંચી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારતની દીકરીએ પેરા વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, પ્રાચી યાદવે મહિલા વીએલ2 200 મીટરમાં જીત્યો આ મેડલ…
