આ ગુજરાતી વ્યક્તિ બની શકે છે BCCIના અધ્યક્ષ-અમીત શાહની આંખોના તારા છે- બીસીસીઆઈ ફરી મળી મહત્વની બેઠક

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના દિગ્ગજોની બે મહત્વની બેઠક દિલ્હીમાં(Delhi)મળી હતી. જેમાં લગભગ આ નક્કી થઇ ગયુ છે કે દેશના ગૃહમંત્રી(Home Minister) અમિત શાહના(Amit Shah) પુત્ર અને વર્તમાન સચિવ(Present Secretary), પૂર્વ ભારતીય કેપ્ટન(Former Indian captain) સૌરવ ગાંગુલીની(Sourav Ganguly) જગ્યાએ બીસીસીઆઇ અધ્યક્ષ(BCCI President) બની શકે છે. વર્તમાન બીસીસીઆઇ ઉપાધ્યક્ષ(BCCI Vice President) અને કોંગ્રેસના રાજ્યસભા સભ્ય(Rajya Sabha member of Congress) રાજીવ શુકલા(Rajeev Shukla) સચિવ બનવાની રેસમાં સૌથી આગળ છે.

ગુરૂવારે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ(Secretary Jay Shah), ઉપાધ્યક્ષ રાજીવ શુકલા, પૂર્વ અધ્યક્ષ એન.શ્રીનિવાસન, આઇપીએલ ચેરમેન બૃજેશ પટેલ(IPL Chairman Brijesh Patel), પૂર્વ સચિવ નિરંજન શાહ(Former Secretary Niranjan Shah,), આસામના મુખ્યમંત્રી(Assam Chief Minister) હિમંતા બિસ્વ સરમાએ(Himanta Biswa Sarma) બેઠકમાં ભાગ લીધો હતો. રવિવારે મળેલી બેઠકમાં પણ મોટાભાગના દિગ્ગજ સામેલ થયા હતા. એક બેઠકમાં એક મોટા મંત્રીએ સૌના વિચારો જાણ્યા હતા. રવિવારે બધાને જણાવી દેવામાં આવ્યુ કે કોણ ક્યા પદ પર નોમિનેશન ભરશે. જોકે, બીસીસીઆઇની ચૂંટણીમાં(BCCI elections) જ્યાર સુધી કોઇ પદ ના મેળવી લે ત્યાર સુધી કોઇ પણ બદલાવ શક્ય છે, ગત કેટલીક ચૂંટણીમાં આવુ જોવા મળ્યુ છે.

આ સમાચાર પણ વાંચો : ઓહો શું વાત છે- ના હિન્દી- ના અંગ્રેજી- કડકડાટ સંસ્કૃતમાં ક્રિકેટ કોમેન્ટ્રી- જુઓ મજેદાર વિડીયો  

સૌરવ ગાંગુલીને બીસીસીઆઇમાં કોઇ પદ નહી મળે કારણ કે ભાજપ નેતૃત્વ(BJP leadership) તેમનાથી નારાજ છે. કર્ણાટકથી આવનારા 1983 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના(World Cup champion team) સભ્ય રોજર બિન્ની સિવાય દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષ(President of the District Cricket Association) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના(Former Union Minister Arun Jaitley) પુત્ર રોહન જેટલી, ઓરિસ્સા ક્રિકેટ સંઘના સંજય બેહરા, હરિયાણા ક્રિકેટ સંઘના(Haryana Cricket Association) અનિરૂદ્ધ ચૌધરી(Anirudh Chaudhary) અને આસામ ક્રિકેટ સંઘના કોઇ વ્યક્તિને પણ પદ આપવામાં આવી શકે છે.

વર્તમાન સંયુક્ત સચિવ(Present Joint Secretary) જયેશ જોર્જ(Jayesh George) અને આઇપીએલ ચેરમેન બૃજેશ પટેલ પણ આગામી ચૂંટણી નહી લડે. કેન્દ્રીય રમત મંત્રી(Union Sports Minister) અનુરાગ ઠાકુરના(Anurag Thakur) ભાઇ અને વર્તમાન કોષાધ્યક્ષ અરૂણ સિંહ(Current Treasurer Arun Singh) ધૂમલે પણ ચૂંટણી ના લડવાનો નિર્ણય કરી શકે છે. બીસીસીઆઇની ચૂંટણી(BCCI election) 18 ઓક્ટોબરે મુંબઇમાં યોજાશે. 11 અને 12 ઓક્ટોબરે નોમિનેશન ભરાશે.14 ઓક્ટોબર સુધી ઉમેદવાર પોતાનું નામ પરત લઇ શકે છે. તે બાદ સાચા નોમિનેશન કરનારાની યાદી 15 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. 18 ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More