News Continuous Bureau | Mumbai
જો રુટએ(Joe Root) આજે ઇંગ્લેન્ડની(England) ટેસ્ટ ટીમનાં(test team) કેપ્ટન(captain) પદ પરથી રાજીનામું (Resignation)આપી દીધું છે.
તાજેતરમાં જ જૉ રૂટની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ ટીમે એશીઝ સીરીઝમાં(Ashes series) 0-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
શરમજનક હાર બાદ કેપ્ટન જૉ રૂટ નિરાશ હતો અને આ કારણે જે તેને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.
રુટનાં નામ પર ઇંગ્લેન્ડ ટેસ્ટ કેપ્ટનનાં રૂપમાં સૌથી વધારે મેચ રમવાનો અને જીતવાનો રેકોર્ડ છે. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમને 27 મેચ જીતાડીને રુટએ માઈકલ વોન (26), સર એલેસ્ટેયર કુક (24)ન પણ પાછળ છોડ્યા છે.
તે 2017 થી ઇંગ્લિશ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો. એલિસ્ટર કૂક બાદ તેને આ કમાન સોંપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : વાહ સુનીલ ગાવસ્કર વાહ!!! ભારત સરકાર માંગે કે ન માંગે પણ સુનીલ ગાવસ્કર ક્રિકેટ કોમેન્ટ્રી દરમિયાન બ્રિટન પાસે કોહીનૂર હીરો માંગી લીધો. પણ કઈ રીતે? જાણો વિગતે