ભારતીય જ્યુડો ખેલાડી સુશીલાદેવી કૉન્ટિનેન્ટલ ક્વોટા મુજબ ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ છે.
48 કિલો કૅટેગરીમાં રમતી સુશીલાના 989 પૉઇન્ટ હતા, જેના આધારે એનો સાતમો ક્રમાંક હતો.
કૉન્ટિનેન્ટલ ક્વોટા મુજબ એશિયાના 10 ક્વોટા હતા. 26 વર્ષની ખેલાડી પહેલી વખત ઑલિમ્પિક્સમાં ભાગ લશે.
ઉલ્લેખનીય છે 2016માં રિયો ઑલિમ્પિક્સ દરમિયાન ભારતના અવતાર સિંહ પણ આ જ પ્રમાણે ક્વૉલિફાય થયા હતા.
