ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ડાયનેમિક સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ ગ્રુપે જાહેરાત કરી છે કે જસ્ટિન લેંગરે ઓસ્ટ્રેલિયાની મેન્સ ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું છે.
લેંગરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે લાંબી બેઠક બાદ શુક્રવારે સાંજે રાજીનામું આપ્યું હતું.
પૂર્વ ક્રિકેટર જસ્ટિન લેંગર વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયન ટીમ ના કોચ બન્યા હતા.
તેમના કોચિંગ હેઠળ ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ અને એશિઝમાં 4-0થી જીત જેવી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી.