227
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ
મુંબઈ
એક રિપોર્ટ મુજબ દુબઈમાં ચાલી રહેલી ipl મેચ થી પરત ફરી રહેલા એક ક્રિકેટર પાસેથી મોંઘી અને લક્ઝરી ઘડિયાળો મળી આવી છે. આ ક્રિકેટ ipl માં ઘણી સારી ભૂમિકા ભજવી ચૂક્યો છે.
કસ્ટમ વિભાગે જ્યારે સામાનની તપાસ કરી હતી ત્યારે સામાનમાંથી મોંઘી ઘડિયાળ મળી હતી. ત્યારબાદ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ ઘડિયાળ ક્યાંથી આવી? કારણ કે આ ઘડિયાળ ને દુબઈ લઈ જવાની કોઈ જ જાહેરાત ક્રિકેટર દ્વારા અગાઉ કરવામાં આવી નહોતી.
મામલાની ગંભીરતાને જોતા કસ્ટમ વિભાગે તમામ ઘડિયાળ જપ્ત કરી લીધી છે અને તેની ઉપર 38% ડ્યુટી લગાડવામાં આવશે.
સંદેશ સમાચાર પત્ર દ્વારા પ્રસિદ્ધ થયેલા સમાચાર માં જણાવવામાં આવ્યું છે કે આ ક્રિકેટર નું નામ કુણાલ પટેલ છે જે હાર્દિક પટેલ નો ભાઈ છે.
You Might Be Interested In