Site icon

શ્રીલંકાના આ દિગ્ગજ ક્રિકેટ ખેલાડીએ લીધો સંન્યાસ, ટ્વિટ કરી તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

વિશ્વ ક્રિકેટ જગતમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 

38 વર્ષીય શ્રીલંકના ઝડપી બોલર લસિત મંલિગાએ સંન્યાસની જાહેરાત કરી છે. 

તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત ટ્વીટ કરીને કરી છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચ વખત હેટ્રિક લેનારા મલિંગા ટી-20માં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. તેમણે આ ફોર્મેટમાં 107 વિકેટ ઝડપી છે.

આ ઉપરાંત લસિથ મલિંગાએ ટી-20 ઈન્ટરનેશનલમાં 2 વખત હેટ્રિક લીધી છે અને આમ કરનાર મલિંગા એક માત્ર બોલર છે. 

Exit mobile version