News Continuous Bureau | Mumbai
સંસ્કૃત(Sanskrit )ને વિશ્વની સૌથી જૂની ભાષા અને તમામ ભારતીય ભાષા(Indian language)ઓની જનની માનવામાં આવે છે. આ ઉપરાંત સંસ્કૃતને ‘દેવવાણી’ પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મ(Hindu Dharm)ના લગભગ તમામ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. આજે પણ હિંદુ ધર્મમાં યજ્ઞ અને પૂજા સંસ્કૃત મંત્રો દ્વારા જ થાય છે. ઘણી શાળાઓમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકો આ ભાષા સમજી શકતા નથી. દરમિયાન આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈ અને સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે.
Sanskrit and cricket pic.twitter.com/5fWmk9ZMZy
— lakshmi narayana B.S (@chidsamskritam) October 2, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકો ગલીમાં ક્રિકેટ (Cricket) રમી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેમની મેચ જોઈ રહ્યા છે. તે જ સમયે, એક વ્યક્તિ કેમેરાથી તેમની મેચ રેકોર્ડ કરી રહ્યો છે અને સંસ્કૃતમાં કોમેન્ટ્રી(commentary in Sanskrit) પણ કરી રહ્યો છે. કેટલાક લોકો હિન્દી પણ સારી રીતે બોલી શકતા નથી, ત્યારે આ વ્યક્તિને કડકડાટ સંસ્કૃત બોલતો જોઈને યુઝર્સ આશ્ચર્યમાં પડી ગયા છે.
આ સમાચાર પણ વાંચો :દશેરા પૂર્વે મુંબઈ દાદર ફુલ માર્કેટમાં જામી ભીડ- આ ફૂલોના ભાવમાં આવ્યો જબરદસ્ત ઉછાળો