મથિશા પથિરાનાના નામે જોડાયો આ ખાસ રેકોર્ડ, રવિન્દ્ર જાડેજા અને રાહુલ ચહર સાથે બનેલી આ ખાસ ક્લબનો બન્યો ભાગ

ચેન્નાઈ સુપર કિંગ્સ એ IPLની 16મી સિઝનની અંતિમ મેચમાં ગુજરાત ટાઇટન્સ ને હરાવીને 5મી વખત ટ્રોફી જીતી. ગુજરાત સામેની ટાઈટલ મેચમાં છેલ્લા બોલે લક્ષ્યનો પીછો કરતા ચેન્નાઈએ 5 વિકેટે મેચ જીતી લીધી હતી.

by kalpana Verat
Matheesha Pathirana joined this special record

News Continuous Bureau | Mumbai

 

ચેન્નાઈ સુપર કિંગ્સ એ IPLની 16મી સિઝનની અંતિમ મેચમાં ગુજરાત ટાઇટન્સ ને હરાવીને 5મી વખત ટ્રોફી જીતી. ગુજરાત સામેની ટાઈટલ મેચમાં છેલ્લા બોલે લક્ષ્યનો પીછો કરતા ચેન્નાઈએ 5 વિકેટે મેચ જીતી લીધી હતી. હવે મુંબઈ ઈન્ડિયન્સ બાદ આ ટ્રોફી 5 વખત જીતવાનો રેકોર્ડ પણ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે નોંધાઈ ગયો છે.

આ સિઝનમાં ચેન્નાઈ ટીમના ઘણા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી દરેકના દિલ જીતી લીધા હતા. આમાં શ્રીલંકન ક્રિકેટ ટીમના યુવા ફાસ્ટ બોલર મથિશા પથિરાનાનું પણ એક નામ સામેલ છે. કેપ્ટન ધોનીએ તેને આખી સિઝનમાં ડેથ ઓવરના બોલર તરીકે સામેલ કર્યો. મથિશા હવે IPLમાં ટ્રોફી જીતનારી સૌથી યુવા વિદેશી ખેલાડી બની ગયો છે. મથિશા 20 વર્ષ 161 દિવસનો છે.

આ યાદીમાં રવિન્દ્ર જાડેજા અને રાહુલ ચહર પછી મથિષા ત્રીજા સ્થાને છે. 2008માં, રવિન્દ્ર જાડેજાએ 19 વર્ષ અને 178 દિવસની ઉંમરે રાજસ્થાન રોયલ્સ માટે ટ્રોફી જીતી હતી. જ્યારે રાહુલ ચહરે વર્ષ 2019માં રમાયેલી સિઝનમાં 19 વર્ષ 281 દિવસની ઉંમરે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા ટ્રોફી જીતી હતી.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્ર: આ રોડ છે કે, કાર્પેટ? આ વીડિયો જુઓ અને તમે જ નક્કી કરો..

ચેન્નાઈ માટે સિઝનમાં ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

આઈપીએલની 16મી સીઝનમાં જમણા હાથના ફાસ્ટ બોલર મથિષા પથિરાનાના પ્રદર્શન પર નજર કરીએ તો, તે તુષાર દેશપાંડે અને રવિન્દ્ર જાડેજા પછી ચેન્નાઈ માટે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. મથિષાએ 12 મેચમાં 19.52ની એવરેજથી કુલ 19 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેમનો ઈકોનોમી રેટ પણ 8 હતો. આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શન માટે મથિષાને શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની આગામી મર્યાદિત ઓવરોની શ્રેણી માટે શ્રીલંકાની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શન માટે મથિષાને શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની આગામી મર્યાદિત ઓવરોની શ્રેણી માટે શ્રીલંકાની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

You may also like