News Continuous Bureau | Mumbai
દુનિયાના સૌથી ઝડપી દોડવીરોમાંનો એક યુસૈન બોલ્ટ ( Usain Bolt ) એક જ ઝાટકે ગરીબ બની ગયો છે. એકાએક તેના જીવનની મહેનતની કમાણી ( investment ) ગાયબ થઈ ( Millions missing ) ગઈ. કેરેબિયન દેશ જમૈકાના આઠ વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા યુસૈન બોલ્ટના ખાતામાંથી $12.7 મિલિયન (રૂ. 98 કરોડ) ગાયબ થઈ ગયા છે.
બોલ્ટના વકીલોએ આ વાતની પુષ્ટિ કરી છે. તેનું એકાઉન્ટ SSL (સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ) કંપનીમાં હતું. તે જમૈકન ઇન્વેસ્ટમેન્ટ કંપની છે. એસોસિએટેડ પ્રેસ દ્વારા એક પત્રને ટાંકીને આ મામલાની માહિતી આપવામાં આવી છે. આ પત્ર બોલ્ટના વકીલે કંપનીને મોકલ્યો છે, જેમાં તેમણે પોતાના પૈસા પરત કરવાની માંગ કરી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની આરાધ્ય દેવી, મુંબા દેવી મંદિરની થશે કાયાપલટ.. પાલિકા ખર્ચશે અધધ આટલા કરોડ રૂપિયા.. જાણો શું છે સરકારની યોજના..
અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, જો આઠ દિવસમાં પૈસા પરત નહીં કરવામાં આવે તો બોલ્ટ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે. બોલ્ટના વકીલોનું કહેવું છે કે બોલ્ટના ખાતામાં 12.8 મિલિયન ડોલર હતા. જે તેમની નિવૃત્તિ અને આજીવન બચતનો એક ભાગ હતો. તેના વકીલે જણાવ્યું કે હવે બોલ્ટ પાસે માત્ર 12,000 ડોલર (લગભગ 10 લાખ રૂપિયા) બચ્યા છે. કંપનીએ આ મામલે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે યુસૈન બોલ્ટે ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. વર્ષ 2018માં બોલ્ટ સૌથી વધુ કમાણી કરનારા એથ્લેટ્સની યાદીમાં 45મા નંબરે હતો. તેમનો પગાર 1 મિલિયન ડોલર હતો. તે સમયે એડવટાઈઝથી 30 મિલિયનની કમાણી કરતો હતો.