News Continuous Bureau | Mumbai
ભારતની મહિલા વન-ડે(Indian Women's ODI) અને ટેસ્ટ ટીમની કેપ્ટન(Test team captain) મિતાલી રાજે (Mithali Raj) ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી(International Cricket) નિવૃત્તિની(Retirement) જાહેરાત કરી છે.
મિતાલીએ સો. મીડિયા(Social Media) પર એક મેસેજ જાહેર કરીને બીસીસીઆઈ(BCCI) અને તમામ ચાહકોનો આભાર માન્યો હતો અને તેમને આ અંગે જાણકારી આપી છે.
તેણે લખ્યું કે આટલો વર્ષોથી તમારા પ્રેમ અને સપોર્ટ માટે ધન્યવાદ. હું પોતાની બીજી ઇનિંગ્સ(Second innings) માટે તમારા આશીર્વાદ અને સપોર્ટ ઈચ્છીશ.
મિતાલી 23 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમી છે અને તેના નામે મહિલા ક્રિકેટમાં(women's cricket) સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.
મિતાલી રાજે 12 ટેસ્ટમાં 43.7ની સરેરાશથી 699 રન બનાવ્યા છે. જ્યારે 232 વન ડેમાં 50.7ની સરેરાશથી 7805 રન બનાવ્યા છે. 89 ટી20માં તેણએ 2364 રન બનાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ક્રિકેટ પછી અદાણીનું ખોખો માં રોકાણ- આ ટીમ ખરીદી