ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે અને સતત ચર્ચામાં રહેવાનું કારણ તેના ટ્વિટર ઍકાઉન્ટ સાથે સંબંધિત છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે ઑફિશિયલ ટ્વિટર ઍકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી દીધી છે. જે એની પ્રામાણિકતાના માપદંડની પુષ્ટિ કરે છે. જોકે ટ્વિટરે ધોનીના ઍકાઉન્ટ પરથી બ્લૂ ટિક દૂર કરવાનો નિર્ણય શા માટે લીધો એ હાલ સ્પષ્ટ નથી.
એમ. એસ. ધોનીએ છેલ્લે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તેના ટ્વિટર ઍકાઉન્ટ પર ટ્વિટ કર્યું હતું. ત્યાર બાદ તેણે એક પણ ટ્વિટ કર્યું નથી. એ જ સમયે તે પહેલાં તેણે છેલ્લું ટ્વિટ સપ્ટેમ્બર 2020માં કર્યું હતું. એટલે કે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટનના બીજા ટ્વિટ વચ્ચે લાંબું અંતર છે. તેની નિષ્ક્રિયતાને જોતાં એવું માનવામાં આવે છે કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર તે સક્રિય ન હોવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે, જે થોડા સમય બાદ કંપની દ્વારા પરત લગાવવામાં આવ્યું છે.
આંદોલન કરવા માટે વગર ટિકિટે ટ્રેનમાં ચડેલા ભાજપના નેતાઓ દંડાયા; જાણો વિગત
જણાવી દઈએ કે ટ્વિટર પર ધોનીના 8.2 મિલિયન ફૉલોઅર્સ છે. ધોની દ્વારા છેલ્લે 8 જાન્યુઆરી, 2021 પછી કોઈ ટ્વિટ કરવામાં આવ્યું નથી. વર્ષ 2018થી તે ટ્વિટર પર ખૂબ ઓછો સક્રિય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં મળેલી હાર બાદ ધોની ક્રિકેટથી દૂર છે. વર્ષ 2020માં તે IPLમાં રમતાં જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ધોની પહેલાં ઘણા નેતાઓનાં ટ્વિટર ઍકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટર ઍકાઉન્ટમાંથી પણ બ્લૂ ટિક હટાવવામાં આવી હતી. જોકે સમય બાદ એને ફરીથી પરત લગાવવામાં આવી હતી. આ સાથે જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદનું ટ્વિટર ઍકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રનાં આ વિસ્તારમાં કોરોના નું જોખમ વધ્યું. રાજ્ય સરકાર એટેન્શન મોડ પર