ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
આઇપીએલ 2022ની મેગા ઓક્શન આજથી શરૂ થઈ ગયું છે. આ બે દિવસીય હરાજીમાં આજે પ્રથમ દિવસ છે. આ હરાજીમાં ઘણા ખેલાડીઓને ફાયદો થયો છે અને ઘણા ખેલાડીઓને નુકસાન થયું છે. કેટલાક ખેલાડીઓને અગાઉ જેટલી રકમ મળી હતી તેનાથી ઓછી રકમ મળી છે. આ યાદીમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓના નામ છે. તે જ સમયે, એવા ઘણા ખેલાડીઓ છે જેમને તેમની અગાઉની રકમ કરતા વધુ પૈસા મળ્યા છે.
-
રવિચંદ્રન અશ્વિનઃ પહેલા 7.6 કરોડ રુપિયા સેલરી હતી, હવે રાજસ્થાન રોયલ્સે તેને 5 કરોડ રુપિયાના ખર્ચે ખરીદ્યો છે
-
પેટ કમિન્સઃ આ પહેલા તે ગત સિઝનમાં 15.5 કરોડમાં ખરીદ્યો હતો, કોલકાતાએ તેને ફરીથી પોતાની સાથે 7.25 કરોડ રુપિયામાં જોડ્યો છે.
-
ડેવિડ વોર્નરઃ આ પહેલા તે 12.5 કરોડની સેલરી ધરાવતો હતો પરંતુ, હવે તેને દિલ્હી કેપિટલ્સે 6.25 કરોડમાં પોતાની સાથે જોડ્યો છે.
-
મનીષ પાંડેઃ આ પહેલા 11 કરોડ રુપિયાના સેલરી ધરાવતો હતો, પરંતુ લખનઉની ટીમે તેને 4.6 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
-
રોબિન ઉથપ્પાઃ ચેન્નાઇ સુપર કિંગ્સે તેને હવે 2 કરોડ રુપિયામાં પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 3 કરોડ સેલરી મેળવતો હતો.
-
હર્ષલ પટેલ : રોયલ ચેલેન્જર્સની ટીમે 10.75 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 2 કરોડ સેલરી મેળવતો હતો.
-
આર. અશ્વિન : આ પહેલા તે 2 કરોડની સેલરી ધરાવતો હતો પરંતુ, હવે તેને રાજસ્થાન રોયલ્સે 5 કરોડમાં પોતાની સાથે જોડ્યો છે.
-
શિખર ધવન : શિખર ધવનને પંજાબ કિંગ્સે 8.25 કરોડમાં ખરીદ્યો, બેઝ પ્રાઇઝ કરતા ચાર ગણી વધારે રકમ લગાવી છે.
-
દીપક ચહર: ચેન્નાઇ સુપર કિંગ્સે તેને હવે 14 કરોડ રુપિયામાં પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 2 કરોડ સેલરી મેળવતો હતો.
-
ઈશાન કિશન:મુંબઈ ઈન્ડિયન્સે તેને હવે 15.25 કરોડ રુપિયામાં પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 2 કરોડ સેલરી મેળવતો હતો.
-
વાનિન્દુ હસરંગા: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને હવે 10.75 કરોડ રુપિયામાં પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 1 કરોડ સેલરી મેળવતો હતો.