IPL-2022 મેગા ઓક્શન- આ ખેલાડીઓને વેચાયા બાદ પણ ભોગવવું પડ્યુ નુકસાન તો આ ખેલાડીઓને થયો અઢળક ફાયદો; જુઓ લિસ્ટ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

શનિવાર 

આઇપીએલ 2022ની મેગા ઓક્શન આજથી શરૂ થઈ ગયું  છે. આ બે દિવસીય હરાજીમાં આજે પ્રથમ દિવસ છે.  આ હરાજીમાં ઘણા ખેલાડીઓને ફાયદો થયો છે અને ઘણા ખેલાડીઓને નુકસાન થયું છે. કેટલાક ખેલાડીઓને અગાઉ જેટલી રકમ મળી હતી તેનાથી ઓછી રકમ મળી છે. આ યાદીમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓના નામ છે. તે જ સમયે, એવા ઘણા ખેલાડીઓ છે જેમને તેમની અગાઉની રકમ કરતા વધુ પૈસા મળ્યા છે. 

  • રવિચંદ્રન અશ્વિનઃ પહેલા 7.6 કરોડ રુપિયા સેલરી હતી, હવે રાજસ્થાન રોયલ્સે તેને 5 કરોડ રુપિયાના ખર્ચે ખરીદ્યો છે

  • પેટ કમિન્સઃ આ પહેલા તે ગત સિઝનમાં 15.5 કરોડમાં ખરીદ્યો હતો, કોલકાતાએ તેને ફરીથી પોતાની સાથે 7.25 કરોડ રુપિયામાં જોડ્યો છે.

  • ડેવિડ વોર્નરઃ આ પહેલા તે 12.5 કરોડની સેલરી ધરાવતો હતો પરંતુ, હવે તેને દિલ્હી કેપિટલ્સે 6.25 કરોડમાં પોતાની સાથે જોડ્યો છે.

  • મનીષ પાંડેઃ આ પહેલા 11 કરોડ રુપિયાના સેલરી ધરાવતો હતો, પરંતુ લખનઉની ટીમે તેને 4.6 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

  • રોબિન ઉથપ્પાઃ ચેન્નાઇ સુપર કિંગ્સે તેને હવે 2 કરોડ રુપિયામાં પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 3 કરોડ સેલરી મેળવતો હતો.

  • હર્ષલ પટેલ : રોયલ ચેલેન્જર્સની ટીમે 10.75 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 2 કરોડ સેલરી મેળવતો હતો.

  • ​​આર. અશ્વિન : આ પહેલા તે 2 કરોડની સેલરી ધરાવતો હતો પરંતુ, હવે તેને રાજસ્થાન રોયલ્સે 5 કરોડમાં પોતાની સાથે જોડ્યો છે.

  • શિખર ધવન : શિખર ધવનને પંજાબ કિંગ્સે 8.25 કરોડમાં ખરીદ્યો, બેઝ પ્રાઇઝ કરતા ચાર ગણી વધારે રકમ લગાવી છે.

  • દીપક ચહર: ચેન્નાઇ સુપર કિંગ્સે તેને હવે 14 કરોડ રુપિયામાં પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 2 કરોડ સેલરી મેળવતો હતો.

  • ઈશાન કિશન:મુંબઈ ઈન્ડિયન્સે તેને હવે 15.25 કરોડ રુપિયામાં પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 2 કરોડ સેલરી મેળવતો હતો.

  • વાનિન્દુ હસરંગા:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને હવે 10.75 કરોડ રુપિયામાં પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 1 કરોડ સેલરી મેળવતો હતો.

બજાજ મોટર્સ ના સંસ્થાપક રાહુલ બજાજનું નિધન થયું. જાણો વિગતે….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More