News Continuous Bureau | Mumbai
વર્લ્ડ કપ 2023 નું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં થશે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ચાર દેશો સામે સિરીઝ રમશે. આ લિસ્ટમાં આયર્લેન્ડનું નામ પણ સામેલ છે. ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ઓગસ્ટમાં આયર્લેન્ડનો પ્રવાસ કરશે. અહીં ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. તેનું શિડ્યુલ આવી ગયું છે. અહેવાલો અનુસાર, ભારત-આયર્લેન્ડ શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટે રમાશે.
ભારતીય ટીમ જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ, વનડે અને ટી-20 શ્રેણી રમશે. આ પછી આયર્લેન્ડ સામે ટી-20 શ્રેણી રમાશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટે રમાશે. આ પછી બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 23 ઓગસ્ટે રમાશે. આ તમામ મેચો માલાહાઇડમાં રમાવવાની છે.
આ સમાચાર પણ વાંચો : Hyundai Exterનું પ્રોડક્શન શરૂ! જબરદસ્ત ફીચર્સ સાથે 10 જુલાઈના રોજ લોન્ચ થશે અફોર્ડેબલ SUV
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે મેચની T20 શ્રેણી રમાઈ હતી. ભારતે 2-0થી જીત મેળવી હતી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતે શ્રેણીની પ્રથમ મેચ 7 વિકેટે જીતી હતી. આ પછી બીજી મેચ 4 રને જીતી હતી. આ શ્રેણી જૂનના છેલ્લા સપ્તાહમાં રમાઈ હતી. પરંતુ આ વખતે તે ઓગસ્ટેમાં રમાશે. ગત વર્ષની મેચો વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.
ટીમ ઈન્ડિયાએ 2022ની સિરીઝમાં સંજુ સેમસન અને દીપક હુડાને ટીમમાં સામેલ કર્યા હતા. હુડ્ડા બે મેચની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. તેણે 151 રન બનાવ્યા હતા. જ્યારે સંજુ સેમસન ત્રીજા નંબર પર હતો. સેમસને એક મેચમાં 77 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ બોલર ટીમનો ભાગ હતા. ભુવનેશ્વરે બે મેચમાં બે વિકેટ ઝડપી હતી. જ્યારે ચહલે એક મેચમાં એક વિકેટ લીધી હતી.
આયર્લેન્ડ vs ભારત T20 શ્રેણી શેડ્યૂલ
પ્રથમ મેચ – 18 ઓગસ્ટ, માલાહાઇડ
બીજી મેચ – 20 ઓગસ્ટ, માલાહાઇડ
ત્રીજી મેચ – 23 ઓગસ્ટ, માલાહાઇડ