News Continuous Bureau | Mumbai
ઓલિમ્પિક ચેમ્પિયન(Olympic champion) જેવલિન થ્રોઅર નીરજ ચોપરા(Neeraj Chopra)એ શુક્રવારે ફરીથી ઇતિહાસ રચ્યો છે
નીરજ ડાયમંડ લીગ મીટ(Diamond League Meeting title)ના લુસાને ફેઝનું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે.
સાથે તે 7 અને 8 સપ્ટેમ્બરે જ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલ(Diamond League Finals in Zurich)માં પણ પહોંચી ગયો છે.
આ ઉપરાંત તેણે હંગેરીના બુડાપેસ્ટમાં 2023ની વર્લ્ડ ચેમ્પિયનશિપ(World Championship) માટે પણ ક્વોલિફાય કર્યું છે.
નીરજ ચોપરાએ ટાઇટલ જીતવાના પ્રથમ પ્રયાસમાં 89.04 મીટર દૂર બરછી ફેંકી હતી. આ તેની કારકિર્દીનો ત્રીજો શ્રેષ્ઠ પ્રયાસ છે.
ઉલ્લેખનીય છે કે ઈજાના કારણે તે બર્મિંગહામમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો.
Top finish with 89.08m at Lausanne Diamond League
He is back and back with a bang!#IndianAthletics@Diamond_League pic.twitter.com/0zTwDpjhyU
— Athletics Federation of India (@afiindia) August 26, 2022
આ સમાચાર પણ વાંચો : સુપર ફ્લોપ છતાંય આમિર ખાનની ફિલ્મે અધધધ આટલા કરોડ કમાયા- તોડ્યા આ રેકોર્ડ્સ