Site icon

Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી કર્યો કમાલ, વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં મારી એન્ટ્રી, તૂટી શકે છે આ રેકોર્ડ

Neeraj Chopra: ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નીરજે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ફાઈનલ મેચ 27 ઓગસ્ટ (રવિવાર)ના રોજ રમાશે.

Neeraj Chopra: Neeraj Chopra qualifies for 2024 Olympics enters World Championships final with 88.77m throw

Neeraj Chopra: ગોલ્ડન બોય નિરજ ચોપરાએ ફરી કર્યો કમાલ, વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં મારી એન્ટ્રી, તૂટી શકે છે આ રેકોર્ડ

News Continuous Bureau | Mumbai 

Neeraj Chopra: સ્વીડનના બુડાપેસ્ટ માં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન કર્યું  છે. નીરજે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.77 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે ફાઈનલ મેચ 27 ઓગસ્ટે રમાશે.

Join Our WhatsApp Community

પેરિસ ઓલિમ્પિક માટે પણ થયો ક્વોલિફાય 

વર્તમાન સિઝનમાં નીરજ ચોપરાનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ વર્તમાન સિઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88.67 હતું. આ સાથે નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે. તમને જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા સહિત દુનિયાભરના 36 ભાલા ફેંકનારાઓએ ભાગ લીધો છે.

નીરજ ચોપરાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યો હતો, જેમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ અને જુલિયન પીટર્સનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના અરશદ નદીમ અને જેકબ વડલેચ જેવા સ્ટાર ખેલાડીઓને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. ભાલા ફેંક ઈવેન્ટની ફાઇનલમાં સ્થાન માટે ઓટોમેટિક ક્વોલિફાઈંગ માર્ક 83m છે, જે નીરજ ચોપરા માટે ખૂબ જ સરળ હતું. ખાસ વાત એ છે કે ગ્રૂપ-Aમાંથી નીરજ સિવાય અન્ય કોઈ ઓટોમેટિક લાયક નથી.

અભિનવ બિન્દ્રા સાથે કરી લેશે બરાબરી.. 

નીરજ ચોપરાએ અમેરિકામાં 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને તે આ વખતે અહીં ગોલ્ડ મેડલના દાવેદારોમાંનો એક છે. અહીં કોઈ પણ સહભાગીને મજબૂત દાવેદાર કહી શકાય નહીં. જો ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતશે તો ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપની વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર શૂટર અભિનવ બિન્દ્રા પછી તે માત્ર બીજો ભારતીય બની જશે. બિન્દ્રા 2006માં ઝાગ્રેબમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ટોપ પોડિયમ ફિનિશ હાંસલ કરીને 2008માં વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Agriculture : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગ્રામ પંચાયત દીઠ આટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવાની પહેલ…

વર્લ્ડ ચૅમ્પિયનશિપ પહેલાં, નીરજ ચોપરા આ સિઝનમાં માત્ર બે જ ટોચના સ્તરની ઇવેન્ટ્સ રમ્યા હતા (દોહા અને લૌઝેન ડાયમંડ લીગ) અને બંનેમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ બે ઈવેન્ટ્સ વચ્ચે તેણે ઈજાને કારણે એક મહિનો આરામ પણ કર્યો હતો. લગભગ બે મહિનાના આરામ અને તાલીમ પછી, ચોપરાએ કહ્યું કે તે મોટી ઈવેન્ટ માટે તૈયાર છે, જેનો દરજ્જો ઓલિમ્પિક જેવો છે. ગોલ્ડ મેડલના અન્ય દાવેદારોમાં ચેક રિપબ્લિકના જેકબ વેડલેચ, જર્મનીના જુલિયન વેબર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ડરસન પીટર્સનો સમાવેશ થાય છે.

 

Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Team India Semifinal Scenario: ટીમ ઈન્ડિયા માટે ‘ઇફ એન્ડ બટ’નું ગણિત શરૂ! દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ હવે આ રસ્તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે ભારત.
Exit mobile version