Site icon

Neeraj Chopra Record : વિશ્વ રેન્કિંગમાં ફરી નીરજ ચોપરાએ મેળવ્યું પ્રથમ સ્થાન, પાકિસ્તાનનો નદીમ આ સ્થાન પર છે..

Neeraj Chopra Record : સતત બે ઓલિમ્પિક મેડલ જીતનારા ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધાર્યું છે. આ વખતે તેણે કોઈ મેડલ જીત્યો નથી પરંતુ રેન્કિંગમાં નંબર વન સ્થાન હાંસલ કર્યું છે. નીરજ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડીને ભાલા ફેંકના વિશ્વ રેન્કિંગમાં નંબર 1 સ્થાન પાછું મેળવ્યું છે. નીરજ ચોપરાના 1445 પોઈન્ટ છે, જ્યારે પીટર્સના 1431 પોઈન્ટ છે. પાકિસ્તાનનો વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ 1370 પોઈન્ટ સાથે વિશ્વ રેન્કિંગમાં ચોથા સ્થાને છે.

Neeraj Chopra Record Neeraj Chopra Reclaims Top Spot In Rankings, Arshad Nadeem At Fourth Spot

Neeraj Chopra Record Neeraj Chopra Reclaims Top Spot In Rankings, Arshad Nadeem At Fourth Spot

News Continuous Bureau | Mumbai

   Neeraj Chopra Record : ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ફરી એકવાર વિશ્વ રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલા નવીનતમ રેન્કિંગમાં, નીરજ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડીને ટોચનું સ્થાન પાછું મેળવ્યું છે.

Join Our WhatsApp Community

Neeraj Chopra Record : નીરજ 1445 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે 

ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલ જીત્યા બાદ, પીટર્સે નીરજ પાસેથી નંબર-1 સ્થાન છીનવી લીધું હતું. પરંતુ નીરજ સતત સારું પ્રદર્શન કરીને ફરીથી રેસ જીતી લીધી. નવીનતમ રેન્કિંગ અનુસાર, નીરજના 1445 પોઈન્ટ છે જ્યારે પીટર્સ 1431 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જર્મનીના જુલિયન વેબર 1407 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને પાકિસ્તાનના વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ 1370 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

Neeraj Chopra Record : દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટરનો થ્રો ફેંક્યો, 

27 વર્ષીય નીરજ ચોપરા આ વર્ષે સપ્ટેમ્બરમાં ટોક્યોમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના ટાઇટલનો બચાવ કરશે. તેણે આ સિઝનની શરૂઆત એપ્રિલમાં દક્ષિણ આફ્રિકાના પોચેફસ્ટ્રૂમમાં એક આમંત્રણ મીટથી કરી હતી, જ્યાં તેણે 84.52 મીટરના થ્રો સાથે જીત મેળવી હતી. આ પછી, મે મહિનામાં, દોહા ડાયમંડ લીગમાં, તેણે પહેલી વાર 90 મીટરનું અંતર પાર કર્યું અને 90.23 મીટરનો થ્રો ફેંક્યો, જે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ થ્રો હતો. જોકે, તે આ સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યો, કારણ કે જુલિયન વેબરે 91.06 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું.

આ પછી, પોલેન્ડના ચોર્ઝોવમાં જાનુઝ કુસોચિન્સ્કી મેમોરિયલમાં, નીરજ (84.14 મીટર) પણ વેબર (86.12 મીટર)થી પાછળ રહ્યો. પરંતુ પેરિસ ડાયમંડ લીગમાં, નીરજએ વાપસી કરી અને 88.16 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Passes Away: જાણો કાંદિવલી માં રહેતી ગુજરાતી પરિવાર ની દીકરી શેફાલી જરીવાલા ની એન્જીનીયરીંગ થી લઈને મ્યુઝિક આલ્બમ સુધી ની સફર

મહત્વનું છે કે મંગળવારે, તેણે ચેક રિપબ્લિકના ઓસ્ટ્રાવામાં ગોલ્ડન સ્પાઇક મીટમાં સિઝનનો પોતાનો ત્રીજો વિજય નોંધાવ્યો, જ્યાં તેણે ફરી એકવાર 88.16 મીટરનું અંતર કાપ્યું. નીરજ ચોપરાનો આગામી મુકાબલો 5 જુલાઈએ બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમ ખાતે યોજાનાર પ્રથમ ‘નીરજ ચોપરા ક્લાસિક’માં હશે.

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version