News Continuous Bureau | Mumbai
કોમનવેલ્થ ગેમ્સ 2022(Commonwealth Games-CWG) શરૂ થતા પહેલા જ ભારત(India)ને મોટો ફટકો પડ્યો છે. ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલના મજબૂત દાવેદાર નીરજ ચોપરા(Neeraj Chopra) કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઇ ગયા છે. તે ફિટ નથી. અહેવાલ મુજબ નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફાઇનલ(World Athletics Championship Final) દરમિયાન ઈજાગ્રસ્ત(Injured) થયા છે. આ ઈજાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકશે કે કેમ તેવી અટકળો પહેલેથી જ ચાલી રહી હતી. જોકે નીરજને આશા હતી કે તે કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે સાજા થઈ જશે અને ભાગ લઈ શકશે પરંતુ ઈજાના કારણે તેને કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થવું પડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : કોમનવેલ્થ શરૂ થતા પહેલા વિવાદ- બોક્સર લવલીના બોરગોહેને ફેડરેશન પર લગાવ્યો આ મોટો આરોપ- જાણો વિગતે
આઈઓએના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ નીરજના કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થવાની પૃષ્ટી કરી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેશે નહીં. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઇજા થવાને કારણે તે ફિટ નથી. તેણે આ વિશે અમને જાણ કરી દીધી છે.