ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
નીરજ ચોપડાએ ઇતિહાસ સર્જ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે નીરજ ચોપડાને બધાઈ આપી છે. મીડિયા સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું કે ‘‘આ દેશ અને હરિયાણા માટે મોટી ઉપલબ્ધિ છે. આ અવસર પર હરિયાણા સરકાર તરફથી દેશને અભિનંદન આપું છું.’’ દેશની જનતા આનંદ મનાવી રહી છે, જેવા ખેલાડી ટોક્યોથી પાછા ફરશે ત્યારે 13 તારીખે ઉત્સવ મનાવવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે ‘’ટોક્યોમાં હરિયાણાના છોકરાએ પોતાનો ઝંડો ખોડી દીધો.’’ નીરજ ચોપડાને છ કરોડ રૂપિયા તેમ જ નોકરી પણ આપવામાં આવશે. જો તેઓ રાજ્યમાં જમીન ખરીદશે તો એમાં તેમને 50%ની છૂટ આપવામાં આવશે.
ભારત ના બજરંગ પુનિયાએ ઓલિમ્પિકમાં કમાલ કર્યો. બ્રોન્ઝ મેડલ જીત્યો.
કેન્દ્રીય ખેલપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ‘’સૌથી પહેલા હું નીરજ ચોપડાના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપું છું. આ ઐતિહાસિક જીત છે અને ખૂબ મોટી ઉપલબ્ધિ છે.’’