ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
ખેલ મંત્ર્યાલયે ખેલ રત્ન સહિત અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલા ખેલાડીઓની જાહેરાત કરી છે.
ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતવાવાળા એથલીટ નીરજ ચોપડાને આ વર્ષે ખેલ રત્ન પુસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.
નીરજ સાથે પહેલવાન રવિ દહિયા, બૉક્સર લવલીના, ભારતીય ફૂટબૉલ ટીમના ખેલાડી સુનીલ છેત્રી, ક્રિકેટર મિતાલી રાજ અને હૉકીના ખેલાડી પી. શ્રીજેશ સહિત 11 લોકોને ખેલરત્ન પુરસ્કારથી બિરાદાવાશે
આ ઉપરાંત ક્રિકેટર શિખર ધવન સહિત 35 ખેલાડીઓને આ વર્ષે અર્જુન પુરસ્કાર આપવામાં આવશે.
શૂટર અવની લકડા અને પાંચ અન્ય પૅરાઍથ્લીટનાં નામ પણ ખેલરત્ન પુરસ્કાર માટે પસંદ કરાયાં છે.
આ પહેલીવાર છે જ્યારે એક જ સમયે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 5 ખેલાડીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વખતે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓએ રોશની કરી હતી.