News Continuous Bureau | Mumbai
૧૯૮૩ વર્લ્ડ કપ વિજેતા ટીમના(World Cup winning team) ભૂતપૂર્વ ઓલરાઉન્ડર(Former all-rounder) રોજર બિન્ની(Roger Binney) બીસીસીઆઇના(BCCI) ૩૬મા પ્રમુખ બન્યા છે. બોર્ડની એજીએમમાં(AGM of the Board) બિન્નીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ સૌરવ ગાંગુલીનું(Sourav Ganguly) સ્થાન લેશે. બીસીસીઆઇની એજીએમમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીસીસીઆઇની એજીએમ મંગળવારે મુંબઈની તાજ હોટલમાં યોજાઈ હતી, જેમાં બીસીસીઆઇ સેક્રેટરી (BCCI Secretary) જય શાહ(Jay Shah), પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા(Vice President Rajeev Shukla), ટ્રેઝરર અરુણ સિંહ ધૂમલ (Treasurer Arun Singh Dhumal) અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની(Former Indian cricketer Roger Binny) પણ હાજર રહ્યા હતા. આ પદ માટે રોજર બિન્ની એકમાત્ર ઉમેદવાર હતા. તેઓ આ પદ માટે નામાંકન ભરનાર એકમાત્ર વ્યક્તિ હતા. રોજર બિન્ની હાલ તો કર્ણાટક ક્રિકેટ એસોસિયેશનના(Karnataka Cricket Association) પ્રમુખ છે, ત્યારે આજે બિનહરીફ રીતે બીસીસીઆઇના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
૬૭ વર્ષના રોજર બિન્ની ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી છે. તેમનો જન્મ બેંગલુરુમાં થયો હતો. બિન્ની ભારતીય ક્રિકેટ ટીમમાં રમનાર પહેલા એંગ્લો-ઈન્ડિયન પ્લેયર(Anglo-Indian player) બન્યા હતા. રોજર બિન્નીએ ૧૯૭૭માં કર્ણાટકની ટીમ તરફથી રમીને કેરળ સામે ૨૧૧ રન બનાવ્યા હતા. આ પછી તેમનું નામ ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ ચાલ્યું હતું. ઓલરાઉન્ડર બિન્નીએ ૧૯૭૯માં બેંગરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં(Chinnaswamy Stadium) પાકિસ્તાનની સામે નેશનલ ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. તેમણે ભારતીય ટીમ માટે ૨૭ ટેસ્ટ અને ૭૨ વન-ડે મેચ રમી હતી. રોજર બિન્નીએ પોતાની છેલ્લી મેચ ૯ ઓક્ટોબર ૧૯૮૭માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. બિન્નીએ મુંબઈમાં પાકિસ્તાન સામે પોતાની ત્રીજી જ ટેસ્ટ મેચમાં માજિદ ખાન, ઝહીર અબ્બાસ અને જાવેદ મિયાંદાદને શરૂઆતમાં જ આઉટ કર્યા હતા. તેમની આ શાનદાર બોલિંગના કારણે ભારતે ૧૩૧ રનથી મેચ જીતી લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : T20 Worldcup- નામીબિયા પછી સ્કૉટલેન્ડે ચોકાવ્યા- બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું
રોજર બિન્ની અંડર-૧૯ ટીમના કોચ અને સિલેક્ટરની કમિટીમાં પણ રહી ચૂક્યા છે. રોજર બિન્ની ૧૯૮૩ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. તેમણે ટીમ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બિન્ની વર્લ્ડ કપમા હાઈએસ્ટ વિકેટ ટેકર રહ્યા હતા. તેમણે ટૂર્નામેન્ટમાં ૧૮ વિકેટ ઝડપી હતી. રોજર બિન્ની ભારતીય ક્રિકેટમાં અનેક પદો પર રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૦૦માં બિન્નીએ ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમના કોચ તરીકે વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી બિન્ની ૨૦૦૭માં પશ્ચિમ બંગાળ ટીમના મુખ્ય કોચ બન્યા હતા. રોજર બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ પોતાના પિતાની જેમ ક્રિકેટમાં કરિયર બનાવી હતી. સ્ટુઅર્ટ બિન્નીએ તેના ક્રિકેટ કરિયર તેના પિતાની જેમ ઓલરાઉન્ડર તરીકે બનાવી હતી.