ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
ન્યુઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
ખેલાડીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.
ટેલરે કહ્યું છે કે તે ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામેની છ વનડે મેચ બાદ રમતમાંથી નિવૃત્તિ લેશે.
ટેલરે ટેસ્ટ ક્રિકેટમાં 7584 રન અને વનડેમાં 8591 રન બનાવ્યા છે અને ત્રણેય ફોર્મેટમાં 18,074 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડ માટે ટેલર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશે એ મહોમ્મદના આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે