News Continuous Bureau | Mumbai
T20 વર્લ્ડ કપ(T20 World Cup) શરૂ થવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં (Australia) 16 ઓક્ટોબરથી તેની શરૂઆત થઈ રહી છે. આમાં, મેચો(Cricket match) દરમિયાન માત્ર વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરો(Cricketers) જ નહીં આ સાથે તમને દરેક મેચમાં નિસાન મોટર્સ ઇન્ડિયાની(Nissan Motors India) કાર પણ જોવા મળશે. હકીકતમાં નિસાન મેગ્નાઈટને(Nissan Magnite) આ વર્લ્ડ કપ માટે ઓફિશિયલ કાર(Official Car) તરીકે પસંદ કરવામાં આવી છે.
સતત 7મી વાર કરાર
નિસાન મોટર્સ ઈન્ડિયાએ સતત સાતમી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(International Cricket Council) સાથે કરારની જાહેરાત કરી છે. નિસાન મોટર ઈન્ડિયાના એમડી રાકેશ શ્રીવાસ્તવે(MD Rakesh Srivastava) જણાવ્યું હતું કે નિસાન વિશ્વની સૌથી પ્રિય રમત ઈવેન્ટના સત્તાવાર સ્પોન્સર(Official sponsor) તરીકે જોડાઈને આનંદિત છે. આ વર્લ્ડ કપમાં નિસાન મેગ્નાઈટ ઓફિશિયલ કાર હશે.
કિંમત બજેટમાં
Nissan Magniteની એક્સ-શોરૂમ કિંમત (Ex-showroom price) 5.97 લાખ રૂપિયા છે. કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં, Nissanના Magnit 999cc 1.0 પેટ્રોલ એન્જિન સાથે આવતી આ કાર રૂ. 6 લાખથી ઓછી કિંમતની કાર છે. નિસાન મેગ્નાઈટને કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં બેસ્ટ કાર તરીકે ઓળખવામાં આવે છે અને તે શ્રેષ્ઠ ફિચર્સથી ભરપૂર છે.
આ સમાચાર પણ વાંચો : ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર – હવે તમે સિનેમાઘરોમાં T20 WC લાઇવ માણી શકશો- આ મલ્ટિપ્લેક્સ સિનેમાએ ICC સાથે કર્યો કરાર
અત્યાર સુધીમાં 1 લાખથી વધુ બુકિંગ
વર્ષ 2020 ના ડિસેમ્બર મહિનામાં લોન્ચ કરાયેલી નિસાન મેગ્નાઈટ એસયુવીને કસ્ટમર તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 1,00,000 થી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે. આ નિસાન કારનું ઉત્પાદન કંપનીના ચેન્નાઈ ખાતેના પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે અને ભારત સહિત વિશ્વના 15 બજારોમાં તેની નિકાસ કરવામાં આવે છે.
ASEAN NCAP ટેસ્ટમાં આ કારને 4 સ્ટાર રેટિંગ મળ્યું છે, તેને આગળના ભાગમાં 2 એરબેગ્સ આપવામાં આવી છે. માઈલેજની વાત કરીએ તો તે એક લિટરમાં 18 થી 20 કિલોમીટરની રેન્જ આપે છે. આ સિવાય તેની બૂટ સ્પેસ 336L છે. તેમાં 8.0-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે Apple CarPlay અને Android Auto Connect સાથે જોડાયેલ હશે.
કારમાં ફિચર્સ
નિસાન મેગ્નાઈટની અન્ય વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેમાં કપ અને બોટલ હોલ્ડર, 10-લિટર ગ્લોવ બોક્સ સહિત અનેક સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ છે. આ સાથે તેના સ્ટીયરિંગ વ્હીલમાં ઓડિયો, વોઈસ આસિસ્ટન્ટ, ક્રુઝ ફંક્શન અને ટેલિફોન કંટ્રોલ સ્વિચ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય નિસાનની આ કારમાં EBD સાથે ABS, એન્ટિ-રોલ બાર, ટ્રેક્શન કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, હાઇડ્રોલિક બ્રેક આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને કીલેસ એન્ટ્રી જેવા ફીચર્સ છે.
આ સમાચાર પણ વાંચો : ગાળ બોલીને ફસાયો ચેમ્પિયન ટીમનો કેપ્ટન- હવે ટી-20 વર્લ્ડકપની બહાર થવાનો ખતરો