News Continuous Bureau | Mumbai
Indian Hockey Team: યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ( Dr. Mansukh Mandaviya ) આજે નવી દિલ્હીમાં પેરિસ 2024 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ ( Bronze medal ) મેળવવામાં ભારતીય હોકી ટીમને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ડૉ. માંડવિયાએ ટીમના સમર્પણ અને સખત મહેનતની પ્રશંસા કરી અને કહ્યું કે વૈશ્વિક મંચ ( Paris Olympics 2024 ) પર તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શને સમગ્ર રાષ્ટ્રને ગૌરવાન્વિત કર્યું છે.

Indian men’s hockey team returned home, Sports Minister Dr. Mansukh Mandaviya honored the team for his brilliant performance..Know Details
ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, “સમગ્ર રાષ્ટ્રને તમારી સિદ્ધિ પર ગર્વ છે.” “આ જીત તમારી દ્રઢતા, ટીમવર્ક અને અદમ્ય ભાવનાનો પુરાવો છે. તમે ભારતને અપાર ગૌરવ અપાવ્યું છે અને લાખો યુવા રમતવીરોને તેમના સપના સાકાર કરવા માટે પ્રેરિત કર્યા છે.”
#ParisOlympics2024 में कांस्य पदक जीत कर भारत लौटी हॉकी टीम के खिलाड़ियों से भेंट कर उन्हें शुभकामनाएं दीं।#Olympics में 52 साल बाद लगातार दूसरी बार पदक जीत कर आपने देश का नाम रोशन किया है, पूरे देश को आप सभी पर गर्व है।#Cheer4Bharat pic.twitter.com/qcZ38lsWIi
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) August 10, 2024
કેન્દ્રીય મંત્રીએ કોચિંગ સ્ટાફ અને સહાયક ટીમના અથાક પ્રયત્નોની પણ પ્રશંસા કરી અને ટીમની સફળતામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપી. તેમણે ભારતમાં હોકીનો ( Hockey ) વધુ વિકાસ કરવા અને દેશની રમત પ્રતિભાને ઉછેરવા માટે તમામ જરૂરી સમર્થન આપવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

Indian men’s hockey team returned home, Sports Minister Dr. Mansukh Mandaviya honored the team for his brilliant performance..Know Details
ડૉ. માંડવિયાએ ભારપૂર્વક કહ્યું કે, “હૉકી આપણાં માટે માત્ર એક રમત નથી – તે આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. ટીમ દ્વારા પ્રદર્શિત સખત મહેનત, પ્રતિબદ્ધતા અને જુસ્સાને કારણે આ ઐતિહાસિક સફળતા મળી છે. તમે વિશ્વને બતાવ્યું છે કે સંકલ્પ અને નિશ્ચયથી શું પ્રાપ્ત કરી શકાય છે.”
આ સમાચાર પણ વાંચો: Rajkot Tiranga Yatra: રાજકોટથી થયો તિરંગા યાત્રાનો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા અને CM ભૂપેન્દ્ર પટેલ સહિત કેટલાક દિગ્ગજ નેતા રહ્યા ઉપસ્થિત જાણો વિગતે..
ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરતી વખતે ડૉ. માંડવિયાએ તેમને ઉત્કૃષ્ટતા માટે સતત પ્રયત્નશીલ રહેવા અને ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ પર તેમની નજર રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)