News Continuous Bureau | Mumbai
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024 ( Paris Olympics ) ના છઠ્ઠા દિવસે ભારત એક પછી એક નિરાશાનો સામનો કરી રહ્યું છે. નિખત ઝરીન અને ભારતીય હોકી ટીમની હાર બાદ હવે ભારતીય શટલર્સ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને હારનો સામનો કરવો પડ્યો છે.
🇮🇳😭 𝗦𝘁𝗶𝗹𝗹 𝗰𝗮𝗻’𝘁 𝗯𝗲𝗹𝗶𝗲𝘃𝗲 𝘁𝗵𝗲𝘆 𝗹𝗼𝘀𝘁! One of India’s biggest medal prospects, Satwik & Chirag faced a quarter-final exit at #Paris2024 following a defeat against the duo of Aaron & Wooi Yik Soh.
🥺 Hopefully, the rest of our badminton contingent fares a bit… pic.twitter.com/9gv0c5tcN4
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024
Paris Olympics 2024 : હારનો સામનો કરવો પડ્યો
બેડમિન્ટન ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સાત્વિક-ચિરાગને મલેશિયા ( Malaysia ) ની એરોન ચિયા અને યીક વુઇ સોહ ( Aaron Soh )ની જોડીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. સાત્વિક-ચિરાગે પહેલી ગેમ 21-13ના મોટા માર્જિનથી જીતી હતી. પરંતુ તે પછી મલેશિયાની જોડીએ બીજી ગેમ 21-14થી અને ત્રીજી ગેમ 21-16થી જીતીને ભારતીય જોડીને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી દીધી હતી.
Paris Olympics 2024 : 12 મેચોમાં ભારતીય જોડીની આ નવમી હાર
કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન અને વિશ્વની પાંચમા નંબરની જોડી સાત્વિક અને ચિરાગનો 64 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં વિશ્વની સાતમા નંબરની ચિયા અને સોહની જોડી સામે 21-13, 14-21, 16-21થી પરાજય થયો હતો. ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ચિયા અને સોહ સામે 12 મેચોમાં ભારતીય જોડીની આ નવમી હાર છે.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સની હોકીમાં ભારતનો પ્રથમ પરાજય, ભારતીય ટીમ આ દેશની ટિમ સામે 2-1થી હારી…
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
