Paris Olympics 2024 શુક્રવારે ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં દેશ માટે વધુ એક મેડલ જીત્યો. તેણે પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝને હરાવીને 57 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ છઠ્ઠો મેડલ હતો. જો કે તમને જણાવી દઈએ કે અમન સેહરાવતનું વજન વધી ગયું હતું. પરંતુ તેણે માત્ર 10 કલાકમાં લગભગ સાડા ચાર કિલો વજન ઘટાડ્યું અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો.
Paris Olympics 2024 કુસ્તીબાજ અમન સેહરાવતે વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરી
કુસ્તીબાજ અમન સેહરાવતે વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરી હતી. કોચ વીરેન્દ્ર દહિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે સાંજે કુસ્તી સમાપ્ત થઈ, ત્યારે અમન સેહરાવતનું વજન 4.5 કિલો વધુ હતું. તેનું વજન 61.5 કિલો થઈ ગયું હતું. જે બાદ અમે દોઢ કલાક ટ્રેનિંગ કરી. એક કલાક આરામ કર્યો અને પછી ટ્રેડમિલ અને સોના બાથનું સેશન કર્યું. તમને જણાવી દઈએ કે અમન સેહરાવતે 13-5ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મેચ જીત્યો હતો.
વિનેશ ફોગાટ વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી
મહત્વનું છે કે ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ 50 કિગ્રા વજન વર્ગમાં પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ વજન વધારે હોવાના કારણે તેને ફાઈનલમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વિનેશે મેડલ પાક્કો કરી લીધો હતો. પરંતુ ગેરલાયકાતને કારણે તેને એક પણ મેડલ મળ્યો ન હતો. જો કે વિનેશે CASમાં અપીલ દાખલ કરી છે. તેણે સિલ્વર મેડલની માંગણી કરી છે.
જણાવી દઈએ કે ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા છે, જેમાંથી પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર છે.