Site icon

Vinesh Phogat Appeal : વિનેશની સિલ્વર મેડલની આશા હજુ જીવંત, CASએ કહ્યું નિર્ણય ક્યારે આવશે

Vinesh Phogat Appeal : કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ તેના કેસને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપી છે. CAS એ તેની સત્તાવાર વેબસાઈટ દ્વારા માહિતી આપી છે કે વિનેશના કેસ અંગેનો નિર્ણય ઓલિમ્પિકના અંત પહેલા લેવામાં આવશે.

Vinesh Phogat Appeal Decision on Vinesh Phogat's plea is expected to be announced before the end of Olympic Games, says CAS

Vinesh Phogat Appeal Decision on Vinesh Phogat's plea is expected to be announced before the end of Olympic Games, says CAS

News Continuous Bureau | Mumbai

Vinesh Phogat Appeal : પેરિસ ઓલિમ્પિક-2024માં વિનેશ ફોગાટની સિલ્વર મેડલની આશા હજુ જીવંત છે. વધારે વજનના કારણે વિનેશને 50 કિગ્રાની ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ પછી તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સને સંયુક્ત રીતે તેને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી. કોર્ટે આ અંગે સુનાવણી કરી હતી. આ મામલે નિર્ણય હજુ આવ્યો નથી પરંતુ CAS આજે એક નિવેદન જારી કરી કહ્યું છે કે તે વર્તમાન ઓલિમ્પિક ગેમ્સ પહેલા આ મામલે પોતાનો નિર્ણય આપી શકે છે.

Join Our WhatsApp Community

 Vinesh Phogat Appeal : એક કલાકમાં નિર્ણય ન લઈ શકાય

CASએ તેની વેબસાઈટ પર લખ્યું છે કે આ મામલે શુક્રવારે સુનાવણી થશે અને ઓલિમ્પિક રમતના અંત પહેલા નિર્ણયની અપેક્ષા છે. આ એક એવો મામલો છે કે એક કલાકમાં નિર્ણય ન લઈ શકાય. વિનેશ ફોગાટએ આ બાબતે ઝડપી નિર્ણય લેવાની વિનંતી કરી નથી. પરંતુ હજુ પણ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધશે.

Vinesh Phogat Appeal : વિનેશની મેડલ જીતવાની આશા જીવંત 

આનો સ્પષ્ટ અર્થ એ થયો કે વિનેશની મેડલ જીતવાની આશા હજુ પૂરી થઈ નથી અને તેની સિલ્વર આશા હજુ જીવંત છે. મહત્વનું છે કે વિનેશે જોરદાર પ્રદર્શન બતાવ્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી. તે અહીં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા રેસલર હતી.

આ સમાચાર પણ વાંચો: Vinesh Phogat Harish Salve: શું વિનેશને સિલ્વર મેડલ મળશે? હવે હરીશ સાલ્વે કેસ લડશે…

Vinesh Phogat Appeal :  CAS શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

વાસ્તવમાં, 1896માં પ્રથમ વખત ઓલિમ્પિક્સ રમાઈ હતી. તેનું આયોજન ગ્રીસમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી કેટલાક વિવાદો ઉભા થવા લાગ્યા. ખેલાડીઓએ નિયમો અંગે નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદોને ધ્યાનમાં રાખીને, તેમને ઉકેલવા માટે 1984માં ‘કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ’ની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય સ્વિત્ઝર્લેન્ડ માં સ્થિત છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે, જે રમતગમતને લગતા વિવાદોનું નિરાકરણ લાવે છે.

 

 

Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Bonus For Losing Weight:વજન ઘટાડવા પર લાખો નું બોનસ તો વજન વધવા પર દંડ, આ દેશની કંપની એ જાહેર કરી અનોખી યોજના
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના આ સહયોગી ની કરવામાં આવી ગોળી મારી હત્યા, અમેરિકાના રાજકીય વર્તુળમાં ખળભળાટ
Nepal Politics: રાજાશાહીની દસ્તક! કમ્યુનિસ્ટ શાસન થયું સમાપ્ત,જાણો શું છે નેપાળ ની રાજકીય સ્થિતિ
Exit mobile version