News Continuous Bureau | Mumbai
Vinesh Phogat Harish Salve: પેરિસ ઓલમ્પિકથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ સંસ્થાએ ( Court of Arbitration for Sport ) વિનેશ ફોગાટના કેસને એક્સેપ્ટ કરી લીધો છે.
વિનેશ ફોગાટને સિલ્વર મેડલ ( silver medal ) મળી શકે છે. ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યાની આસપાસ વિનેશ ફોગાટનો કેસ સાંભળવામાં આવશે. જો આ કેસમાં તથ્ય દેખાશે તો વિનેશને સિલ્વર મેડલ મળી શકે છે. જોકે વિનેશને સિલ્વર મેડલ મળે તેની સાથે વધુ એક ખેલાડીને ( Paris Olympics ) સિલ્વર મેડલ મળી શકે છે. વિનેશ નો કેસ લડવા માટે આંતરરાષ્ટ્રીય વકીલ હરીશ સાલ્વે પોતે કેસ લડશે. આ વકીલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી મજબૂત વકીલ માનવામાં આવે છે. અને ભારતીય મહત્વપૂર્ણ કેસમાં તેમણે જીત હાંસલ કરાવી છે. બીજી તરફ એક વાત ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 6 તારીખે વિનેશ નું વજન 49.9 કિલોગ્રામ હતું. જે અચાનક વધી ગયું હતું.
આ સમાચાર પણ વાંચો: Mumbai Traffic : સાયન રોડ ઓવરબ્રિજ (ROB) ડિમોલિશનને કારણે BKCમાં ટ્રાફિક, નવા ડાયવર્ઝન રૂટ અને રી-રૂટિંગ પગલા અમલમાં મુકાયા.
ભારત તરફથી એવી દલીલ મૂકવામાં આવશે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતી વખતે માત્ર 0.1 અથવા 0.2 જેટલું વજન વધી જવું તેને એક સામાન્ય ઘટના ગણાવી જોઈએ.
જોકે આંતરરાષ્ટ્રીય એજન્સી આ સંદર્ભે શું નિર્ણય લે છે તે જોવું રહેશે