Site icon

Vinesh Phogat : દંગલ ગર્લ વિનેશ ફોગાટની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાઈ દાખલ; જાણો શું થયું છે?

Vinesh Phogat : વિનેશ ફોગાટની તબિયત બગડવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. વિનેશને ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ તેની તબિયત બગડી હતી.

Vinesh Phogat Vinesh Phogat hospitalised after disqualification from women's 50kg wrestling

Vinesh Phogat Vinesh Phogat hospitalised after disqualification from women's 50kg wrestling

News Continuous Bureau | Mumbai 

Vinesh Phogat : 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની દાવેદાર માનવામાં આવતી ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે. હવે અહેવાલ આવી રહ્યા છે કે વિનેશ ફોગાટની તબિયત બગડી ગઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

Vinesh Phogat : ડિહાઈડ્રેશનને કારણે બેભાન થઈ ગઈ

મીડિયા રિપોર્ટ મુજજબ વિનેશ ફોગાટ ડિહાઈડ્રેશનને કારણે બેભાન થઈ ગઈ હતી. જોકે તેને  કોઈ હોસ્પિટલમાં નહીં પરંતુ સ્પોર્ટ્સ વિલેજની અંદર આવેલા પૉલિક્લિનિકમાં દાખલ કરવામાં આવી છે. એવી પણ માહિતી મળી છે કે કોઈ ગંભીર બાબત નથી. તેને ટૂંક સમયમાં રજા પણ મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : 140 કરોડ ભારતીયોનું સપનું તૂટ્યું, ફાઈનલમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ ધાકડ ગર્લ વિનેશ ફોગાટ; કારણ ચોંકાવનારું..

Vinesh Phogat : ચાહકોની આશાઓ પર પાણી ફરી વળ્યું

તમને જાણીને નવાઈ લાગશે કે વિનેશ ફોગટનું વજન 100 ગ્રામ વધી ગયું હતું, જેના કારણે તેને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. બધાને વિનેશ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી. ગઈકાલે રાત્રે તેણે સેમિફાઈનલમાં શાનદાર જીત નોંધાવી હતી. શાનદાર પ્રદર્શન કરનાર વિનેશ ફોગાટ પાસેથી ગોલ્ડ મેડલની પૂરી અપેક્ષા હતી. હવે તેની ગેરલાયકાત બાદ ચાહકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

 

India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Mumbai police: પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ
Putin-Xi Jinping: પુતિન-જિનપિંગ ની ‘અમરત્વ’ પર ચર્ચા: ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટથી માણસ અધધ આટલા વર્ષ સુધી જીવશે? જાણો શું છે આખી વાત
GST Council Meeting: રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ હવે GST મુક્ત: દૂધ થી લઈને દવાઓ સુધી, અહીં જુઓ સંપૂર્ણ યાદી
Exit mobile version