ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
પોર્ટુગલની ફૂટબોલ ટીમ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનની ચપેટમાં આવી ગઈ છે
પ્રાપ્ત જાણકારી મુજબ પોર્ટુગીઝ પ્રોફેશનલ ફૂટબોલ ક્લબે કોરાના વાયરસ ‘ઓમિક્રોન’ના ઝડપથી ફેલાતા નવા વેરિઅન્ટના 13 કેસોની ઓળખ કરી છે.
દેશના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ માહિતી આપી છે.
રિકાર્ડો જોર્જ નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે લિસ્બનમાં બેલેનેન્સ સોકર ક્લબમાં સકારાત્મક પરીક્ષણ કરનારાઓમાંથી એક તાજેતરમાં દક્ષિણ આફ્રિકા ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આ વાયરસનું ઓમિક્રોન સ્વરૂપ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં ઓળખવામાં આવ્યું હતું.