ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર
પાકિસ્તાનના ટેસ્ટ ઓપનર આબિદ અલીને મેચ દરમિયાન છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આબિદ અલીને પાકિસ્તાનની ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ કાયદ-એ-આઝમ ટ્રોફી મેચ દરમિયાન છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે
આબિદની તબિયત હાલ સ્થિર છે. ક્રિકેટરની સંપૂર્ણ તબીબી તપાસ કરવામાં આવી છે અને તે નિરીક્ષણ હેઠળ છે.
સેન્ટ્રલ પંજાબ તરફથી રમી રહેલા આબિદે બે વખત છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેના પછી તેની ટીમના મેનેજરે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાનો અને તેનો ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો હતો.
જો કે, એ જાણી શકાયું નથી કે આ દુખાવો હૃદય સંબંધિત કોઈ સમસ્યા સાથે જોડાયેલો હતો કે કેમ.
માત્ર ભારત જ નહીં પણ અનેક ખ્રિસ્તી દેશોએ પણ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો