કોરોનાના કારણે વિશ્વમાં હાહાકાર વચ્ચે પાકિસ્તાન વિન્ડીઝ વન-ડે સિરીઝ રદ થઈ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

શનિવાર. 

કોરોના વાયરસના સંક્રમણને કારણે ફરી એકવાર ક્રિકેટ મેચો પર અસર દેખાવા લાગી છે અને તેનો તાજેતરનો શિકાર પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ છે. કોરોના સંક્રમણને કારણે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સિરીઝ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પાકિસ્તાનમાં હાજર વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં કોરોના સંક્રમણના ઘણા કેસો સામે આવ્યા બાદ બંને બોર્ડે આવતા વર્ષે સાથે મળીને શ્રેણી રમવાનો ર્નિણય કર્યો છે. વિન્ડીઝ ટીમમાં કોરોનાના કેસ બાદ ત્રીજી T20 મેચ પણ ખતરામાં હતી, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમને મનાવવામાં સફળ રહ્યું હતું અને તેથી આ મેચ રમાઈ હતી. આ સંદર્ભમાં, નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “ગુરુવારે સવારે ઁઝ્રમ્ના કોવિડ-૧૯ પ્રોટોકોલ હેઠળ વેસ્ટ ઈન્ડિઝ ટીમના બાકીના ૧૫ ખેલાડીઓ અને સહાયક સ્ટાફના ૬ સભ્યો પર રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જે બાદ ત્રીજી T20 મેચ રમાઈ હતી. T20 અને ર્ંડ્ઢૈં પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝ ૨૧ ખેલાડીઓની ટીમ લઈને આવ્યું હતું. ટીમ ૯ ડિસેમ્બરે પાકિસ્તાન પહોંચી હતી, પરંતુ કરાચીમાં ઉતર્યા બાદ ૩ ખેલાડીઓ સહિત ૪ સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. બુધવારે નવા કેસ સામે આવ્યા બાદ વિન્ડીઝ કેમ્પમાં છેલ્લી ્‌૨૦ માટે માત્ર ૧૪ ખેલાડીઓ જ ઉપલબ્ધ હતા. ટીમના છ ખેલાડીઓ અને તેના સહાયક સ્ટાફના ત્રણ સભ્યોનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે એક ખેલાડી ડેવોન થોમસ પ્રથમ T20 મેચમાં આંગળીમાં ઈજાને કારણે બહાર થઇ ગયો હતો.વિન્ડીઝની ટીમ T20 અને ર્ંડ્ઢૈં શ્રેણી રમવા માટે હાલ પાકિસ્તાનમાં છે, જ્યાં પહેલા દિવસથી જ કોરોના સંક્રમણના કેસો સામે ટીમ લડી રહી છે. છેલ્લી T20 મેચ કોરોનાના કેસ હોવા છતાં રમાઈ હતી. એવામાં વધતા કેસોને લઇ વન-ડે સિરીઝ મોકૂફ રાખવાનો ર્નિણય લેવાયો છે. ૧૬ ડિસેમ્બરના રોજ કરાચીમાં રમાયેલ ત્રીજી T20 મેચ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે એક સંયુક્ત નિવેદનમાં શ્રેણી સ્થગિત કરવાનો ર્નિણય કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “બંને ટીમોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ નક્કી કરવામાં આવ્યું છે કે ર્ંડ્ઢૈં શ્રેણી જે ૈંઝ્રઝ્ર ક્રિકેટ વર્લ્‌ડ કપ સુપર લીગનો ભાગ છે તેને મોકૂફ રાખવામાં આવશે અને જૂન ૨૦૨૨માં ફરીથી શ્રેણી રમાશે.’

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment