News Continuous Bureau | Mumbai
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)વચ્ચે ક્રિકેટના મેદાન(Cricket grounds) પર રમાતી દરેક મેચ કોઈ શાનદાર મેચથી ઓછી નથી હોતી. ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ૩૧મી જુલાઈએ કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (Pakistan Cricket Board) પણ પાકિસ્તાન ટીમની(Pakistan team) જાહેરાત કરી દીધી છે.
ગામી મહિને યુનાઇટેડ કિંગડમના(United Kingdom) બર્મિંગહામમાં(Birmingham) યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ ૩૧ જુલાઈએ ટકરાશે. આ પહેલા પાકિસ્તાનની મહિલા ટીમ ૧૬ થી ૨૪ જુલાઈ સુધી બેલફાસ્ટમાં(Belfast) T20 વર્લ્ડ ચેમ્પિયન(World Champion) ઓસ્ટ્રેલિયા(Australia) અને યજમાન આયર્લેન્ડ(Ireland) સામે ટકરાશે. બે શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ રિઝર્વ ખેલાડીઓ સહિત ૧૮ ખેલાડીઓની પસંદગી કરી છે.
આ સમાચાર પણ વાંચો : ના હોય- કેપ્ટન કૂલ ધોની વિરુદ્ધ બિહારમાં કેસ દાખલ- કોર્ટે મામલાને સ્વીકાર્યો- જાણો શું છે સમગ્ર મામલો
પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ(Pakistan women's cricket team) ૨૯ જુલાઈથી ૩ ઓગસ્ટ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સમાં બાર્બાડોસ(Barbados), ભારત અને ઓસ્ટ્રેલિયા સામે રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, શ્રીલંકા(Srilanka) સામેની સફળ શ્રેણી બાદ અમે સમાન વિનિંગ કોમ્બિનેશન(Winning combination) જાળવી રાખવાનો ર્નિણય કર્યો છે. અમારા વરિષ્ઠ ક્રિકેટરોએ માત્ર મહાન ક્રિકેટ કૌશલ્ય જ દર્શાવ્યું નથી, પરંતુ અમારા યુવા ખેલાડીઓ પણ તેજસ્વી હતા અને જ્યારે પણ ટીમને તેમની જરૂર હોય ત્યારે જવાબદારી લીધી હતી. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ભારતીય ટીમ ૨૯ જુલાઈથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાની(Team India) પ્રથમ મેચ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને થશે, આ મેચ ૩૧ જુલાઈએ રમાશે. આ સાથે જ ટીમની ત્રીજી મેચ બાર્બાડોસ સામે થશે. આ મેચ ૩ ઓગસ્ટના રોજ રમાશે.
આ સમાચાર પણ વાંચો : ચક દે ઇન્ડિયા-ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને ધૂળ ચાટતું કર્યું- એશિયા કપ 2022માં જીત્યો આ મેડલ
પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ બિસ્માહ મારૂફ (c), આમીન અનવર, આલિયા રિયાઝ, અનમ અમીન, આયેશા નસીમ, ડાયના બેગ, ફાતિમા સના, ગુલ ફિરોઝા (wk), ઇરમ જાવેદ, કાઇનત ઇમ્તિયાઝ, મુનીબા અલી સિદ્દીકી (wk), નિદા દાર, ઓમાઇમા સોહેલ, સાદિયા ઇકબાલ અને તુબા હસન.