News Continuous Bureau | Mumbai
Rahul Dravid: નવેમ્બર 2021 માં રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના કોચ ( Team India Coach ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેમને આ પદેથી ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા એટલે કે બીસીસીઆઈ ( BCCI ) દ્વારા નિર્ણય લેવાયો છે કે રાહુલ દ્રવિડ ના કોચ પદ માટે વધુ એક વખત જાહેરાત આપવામાં આવશે.
Rahul Dravid: શું રાહુલ દ્રવિડ વધુ એક વખત કોચ બની શકે છે?
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ( Jay Shah ) જાહેરાત કરી છે કે જ પદ માટે જાહેરાત આપવામાં આવશે અને જે કોઈ વ્યક્તિને એવું લાગે કે તે ક્રિકેટ ટીમના કોચ ( Cricket Coach ) બની શકે છે તેમણે એપ્લિકેશન કરવાની રહેશે. આ સમયે તે મને સ્પષ્ટતા કરી છે કે આ પદ માટે રાહુલ દ્રવિડ પણ એપ્લિકેશન કરી શકે છે. હવે જે કોઈ નવો કોચ બનશે તે આગામી ત્રણ વર્ષ માટે કોચ પદ પર રહેશે અને વર્ષ 2027 માં થનાર વર્લ્ડ કપ ( World Cup 2027 ) નું સુકાન સંભાળશે.
આ સમાચાર પણ વાંચો: Amazon Online Fraud: એમેઝોન પરથી 1 લાખ રૂપિયાનું લેપટોપ મંગાવ્યું, બોક્સ ખોલી પ્રોડકટ ચેક કરતા જ યુવકને લાગ્યો ઝટકો! જાણો સમગ્ર મામલો.. જુઓ વિડીયો…