ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
દિગ્ગજ ફૂટબૉલ ખેલાડીઓમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
તે ઇન્ટરનેશનલ ફૂટબૉલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે.
વર્લ્ડ કપ ક્વૉલિફાયરના એક મુકાબલામાં તેણે આયરલેન્ડ સામે બે ગોલ કરીને આ સિદ્ધિ મેળવી છે.
ટીમે આ મુકાબલો 2-1થી જીતી લીધો છે. આ સાથે રોનાલ્ડોના 111 ગોલ થઈ ગયા છે.
રોનાલ્ડોએ ઈરાનના અલી દેઈને પાછળ છોડી દીધો છે. તેના નામે 109 ગોલનો રેકોર્ડ હતો.
શેરબજાર ઐતિહાસિક ઊંચાઈ પર, સેન્સેક્સ 58,000 ની નજીક, નિફ્ટી 17,234 પર બંધ થયો